PV Sindhu Marriage: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ બનશે ‘દુલ્હન’, જાણો કોની સાથે કરશે લગ્ન
PV Sindhu Marriage: રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે

ખેલ ડેસ્ક, 05 ડિસેમ્બરઃ PV Sindhu Marriage: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ તેની બીજી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે. પીવી સિંધુ આ મહિનાના અંતમાં 22મી ડિસેમ્બરે ઉદયપુરમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે. તે હૈદરાબાદનો રહેવાસી છે. વેંકટ દત્તા એક બિઝનેસમેન છે અને હાલમાં Poseidex Technologiesમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.
આ પણ વાંચો:- Ravi Krishi Mohotsav-2024: રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે: મુખ્યમંત્રી
સિંધુના પિતા પીવી રમનાએ કહ્યું, ‘બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા જ બધું નક્કી થઈ ગયું હતું. આ એકમાત્ર સંભવિત સમય હતો કારણ કે સિંધુનું જાન્યુઆરીથી ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ હશે. એટલા માટે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્નનું આયોજન કર્યું છે. તેમજ રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે.’
PV Sindhu is set to be married on Dec 22 in Udaipur
— The Khel India (@TheKhelIndia) December 2, 2024
She will marry Hyderabad-based businessmen Venkata Datta Sai, Executive Director of Posidex Technologies.
Huge congratulations to both of them ✨ pic.twitter.com/JVz4O8szGJ
ઉલ્લેખનીય છે કે, સિંધુને ભારતની સૌથી દિગ્ગજ ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે. તેણે 2019માં ગોલ્ડ સહિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા છે. આ સિવાય ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડીએ રિયો 2016 અને ટોક્યો 2020માં ઓલિમ્પિક મેડલ જીત્યા અને 2017માં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ વિશ્વ રેન્કિંગ હાંસલ કરી છે.
