Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપે 100 નામ ફાઈનલ કર્યા, મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી
Lok sabha Election 2024: પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ આવ્યા હતા અને સવારે 3.30 વાગે નીકળી ગયા
નવી દિલ્હી, 01 માર્ચઃ Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીની તૈયારી કરતાં ભાજપે તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ આવ્યા હતા અને સવારે 3.30 વાગે નીકળી ગયા. બેઠકમાં પ્રથમ યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે.
મોડી રાત્રે CECની બેઠકમાં જે રાજ્યો પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં યુપી, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, તેલંગાણા, કેરળ અને અન્યનો સમાવેશ થાય છે. એવા કેન્દ્રીય મંત્રીઓ કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેઓ આગામી ચૂંટણી લડી શકે છે. તેમાં ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, વી મુરલીધરનનો સમાવેશ થાય છે. ભાજપ ઘણા મહિલા ચહેરાઓ સહિત નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી આ વખતે પણ વારાણસીથી તો ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ્યારે રાજનાથ સિંહ લખનઉ બેઠક પરથી ફરી વખત ચૂંટણી લડી શકે છે. બેઠકમાં 2019માં જે ‘નબળી’ બેઠકો ભાજપે ગુમાવી હતી કે જ્યાં ઓછા અંતરથી જીત્યો હતો તેના પર વધારે ફોકસ કરવામાં આવ્યું હતું.
