Rinky Chakma Passed away

Rinki Chakma Passes away: ફેમિના મિસ ઇન્ડિયા 2017 જીતનાર રિંકી ચકમાનું નિધન, છેલ્લા શ્વાસ સુધી કેન્સર સામે આપી લડત

Rinki Chakma Passes away: રિંકીએ 2022માં ફાઇલોડ્સ ટ્યૂમરની જાણ થઇ હતી ત્યારબાદ એને આ બીમારીની સર્જરી કરાવી હતી.

બોલિવુડ ડેસ્ક, 01 માર્ચઃ Rinki Chakma Passes away: ફેમિના મિસ ઇન્ડિયા ત્રિપુરા 2017નો ખિતાબ પોતાને નામ કરનાર રિંકી ચકમાનું નિધન થયુ છે. રિંકીએ 2022માં ફાઇલોડ્સ ટ્યૂમરની જાણ થઇ હતી ત્યારબાદ એને આ બીમારીની સર્જરી કરાવી હતી. તમામ કોશિશો કર્યા પછી કેન્સર એના ફેફસાં સુધી ફેલાઇ ગયુ અને પછી માથા સુધી વઘી ગયુ. અંતિમ પરિણામ એ આવ્યુ કે બ્રેનમાં ટ્યૂમર થઇ ગયુ. જો કે આ નિધનના સમાચારથી અનેક લોકો દુખી થયા છે. નાની ઉંમરમાં રિંકી ચકમાએ દુનિયાને અલવિદા કહ્યું છે.

આ પણ વાંચોઃ Anant-Radhika pre-wedding: આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ 3 દિવસીય કાર્યક્રમ શરુ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો