manish sisodia

Manish Sisodia CBI remand: મનીષ સિસોદીયાને લાગ્યો મોટો ઝાટકો! કોર્ટે 4 માર્ચ સુધીના CBI રિમાન્ડને આપી મંજૂરી

દિલ્હી, 27 ફેબ્રુઆરી: Manish Sisodia CBI remand: સોમવારે સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જે હવે એજન્સીને મળી ગઈ છે. કોર્ટમાં એજન્સીએ અનેક દલીલો આપી હતી. એજન્સીએ કહ્યું કે, મનીષ સિસોદિયા તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તેમની પૂછપરછ કરવી જરૂરી છે. જ્યારે બીજી તરફ, મનીષ સિસોદિયાના વકીલોએ તેમની ધરપકડનો વિરોધ કર્યો હતો. 

જણાવી દઈએ કે, સીબીઆઈએ દારૂ કૌભાંડ મામલે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં ભ્રષ્ટાચાર અંગે લગભગ આઠ કલાકની પૂછપરછ પછી રવિવારે સાંજે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. કોર્ટે થોડા સમય માટે નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ સિસોદિયાના રિમાન્ડ CBIને આપવામાં આવ્યા હતા. 

‘સિસોદિયા એ સમજાવી શક્યા નહોતા કે પોલિસી કેમ બદલાઈ’

Advertisement

માહિતી મુજબ, સીબીઆઈના વકીલે કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે સિસોદિયાએ સચિવને મૌખિક રીતે સૂચના આપી હતી. તેમને નવી કેબિનેટ નોંધ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેનો હેતું નીતિમાં ફેરફાર કરવાનો હતો. સિસોદિયા કેબિનેટ દ્વારા રચવામાં આવેલા મંત્રીઓના જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેણે આબકારી નીતિ ઘડી હતી. આ આખો મામલો નફો મેળવવાનો હતો. પ્રોફિટ માર્જિન 5 ટકાથી વધીને 12 ટકા થયો. સિસોદિયા એ સમજાવી શક્યા નહોતા કે પોલિસી કેમ બદલાઈ. આ કાવતરું ખૂબ જ ગુપ્ત રીતે ઘડવામાં આવ્યું હતું. તેના પર જજે કહ્યું કે, કસ્ટડીની શું જરૂર છે? તેના પર સીબીઆઈએ કહ્યું કે યોગ્ય તપાસ જરૂરી છે.

આ પણ વાંચો:Palanpur-Samakhyali section: છાણસરા પીપરાળા સ્ટેશનો વચ્ચે 23.808  કિમી નવી ડબલ  રેલ લાઇનનું કામ પૂર્ણ

સિસોદિયા તરફથી ત્રણ વરિષ્ઠ વકીલો હાજર રહ્યા હતા, જેમાં દયાન કૃષ્ણન, સિદ્ધાર્થ અગ્રવાલ અને મોહિત માથુરનો સમાવેશ થાય છે. કૃષ્ણનને દલીલ કરી હતી કે, સિસોદિયાએ 4 ફોનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી ત્રણનો નાશ થયો હતો. તો પછી તેમણે એક ફોન કેમ રાખ્યો. એવી આશાએ કે એજન્સી આવીને તેમની ધરપકડ કરશે? વાસ્તવમાં, તેમને (તપાસ એજન્સી) તેઓને જોઈતા જવાબો મળ્યા નથી. અને આ રિમાન્ડ માટેનું કારણ બની શકે તેમ નથી. જો આવી સ્થિતિમાં રિમાન્ડ આપવામાં આવે તો મજાક થશે. જ્યાં સુધી સહકારની વાત છે, અત્યાર સુધી ક્લાયન્ટ ખૂબ મદદરૂપ થયા છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ફોન તપાસ એજન્સી પાસે છે.

Advertisement

‘રિમાન્ડ માટે કોઈ આધાર નથી”

કૃષ્ણને કહ્યું કે, 2021માં એલજીએ પોલિસીને મંજૂરી આપી હતી. તેઓ કયા ફોન કોલ્સ વિશે વાત કરે છે? પહેલા તેમને ફોન માટે પૂછવામાં આવ્યું, જ્યારે ફોન આપવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે, સિસોદિયાએ ફોન બદલી નાખ્યો છે. સિસોદિયાએ શું કરવું જોઈએ? તેઓ તેને સેકન્ડહેન્ડની દુકાનમાં આપી શકતા નથી. તેમની સાથે કોઈ ફોન કોલ, મેસેજ કે મીટિંગનો સંબંધ નથી. રિમાન્ડનો કોઈ આધાર નથી. નફાના માર્જિન અંગેની તમામ દલીલો એલસી દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement