KCR daughter kavita

KCR’s daughter Kavita: શું મનીષ સિસોદિયા બાદ હવે KCRના દીકરી કવિતાની થશે ધરપકડ? બીજેપી નેતાએ કર્યો મોટો દાવો

KCR’s daughter Kavita: વિવેકે આરોપ લગાવ્યો હતો કે, કવિતાએ પંજાબ અને ગુજરાત ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને 150 કરોડ રૂપિયા આપ્યા હતા.

દિલ્હી, 27 ફેબ્રુઆરી: KCR’s daughter Kavita: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કર્યાના એક દિવસ પછી, તેલંગાણા ભાજપના નેતા વિવેકે સોમવારે દાવો કર્યો હતો કે, ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) એમએલસી અને તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી કવિતાની પણ તપાસ કરવામાં આવશે અને ટૂંક સમયમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવશે. 

દારૂના કૌભાંડમાં વધુ ધરપકડ થશે: ભાજપા નેતા

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બીજેપી નેતા વિવેકે કહ્યું કે, દારૂના કૌભાંડમાં હજુ કેટલીક ધરપકડ થવાની શક્યતા છે. કવિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. વિવેકે આરોપ લગાવ્યો હતો કે, કવિતાએ પંજાબ અને ગુજરાત ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને 150 કરોડ રૂપિયા આપ્યા હતા. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેસીઆરની પુત્રી કવિતાનું દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં તેમની ચાર્જશીટમાં નામ સામેલ કર્યું હતું, તેમના પર દારૂની કંપનીમાં 65 ટકા હિસ્સો હોવાનો આરોપ લગવવામાં આવ્યો હતો. 

KCR પર ભ્રષ્ટાચારનો આરોપ

કેસીઆરની આગેવાની હેઠળની બીઆરએસ સરકારમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા વિવેકે કહ્યું કે, શાસક પક્ષ તેલંગાણામાં તેનું અસ્તિત્વ ગુમાવશે. વિવેકે કહ્યું કે, જ્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) પાર્ટીની શરૂઆત થઈ ત્યારે તેની પાસે કોઈ ફંડ નહોતું. વિવેકે વધુમાં જણાવ્યું હતું કે હવે પાર્ટી પાસે દેશના તમામ રાજકીય પક્ષો કરતાં વધુ સંચિત મૂડી છે.

‘કેસીઆરે એક પણ વચન પૂરું કર્યું નથી’

બીજેપી નેતાએ પૂછ્યું કે ટીઆરએસ પાસે આ પૈસા ક્યાંથી આવ્યા? તેમણે કહ્યું કે, કેસીઆરે ચૂંટણી દરમિયાન આપેલું એક પણ વચન પૂરું કર્યું નથી. આપને જણાવી દઈએ કે, સીબીઆઈ દ્વારા રવિવારે એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસની ચાલી રહેલી તપાસમાં સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, AAPનું કહેવું છે કે આ બધું કેન્દ્રમાં બેઠેલી બીજેપી સરકારનું કાવતરું છે અને સિસોદિયાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Atiq Ahmad Gang Shooter Encountered: UP પોલીસનું મોટું ઓપરેશન, અતીક અહમદ ગેંગના શૂટરનું કર્યું એન્કાઉન્ટર!

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો