New Mercedes

Mercedes e car assembled in India: મર્સિડીઝ- ભારતમાં એસેમ્બલ થનારી પહેલી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર; જાણો કેટલામાં થયું બુકિંગ શરૂ

Mercedes e car assembled in India: મર્સિડીઝ EQS 53ની જેમ, EQS 580 4MATIC પણ 55-ઇંચની હાઇપરસ્ક્રીન મેળવી શકે છે. આવનારી ઇલેક્ટ્રિક સેડાનમાં આ સૌથી મોટી ખાસિયત હશે

બિઝનેસ ડેસ્ક, 24 સપ્ટેમ્બર: Mercedes e car assembled in India: મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ સોમવારે EQS 580 4MATIC ફ્લેગશિપ ઇલેક્ટ્રિક સેડાન કાર માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. રસ ધરાવતા કસ્ટમર મર્સિડીઝ-બેન્ઝની અધિકૃત વેબસાઇટ અથવા અધિકૃત ડીલરશિપની મુલાકાત લઈને રૂ. 25 લાખમાં EQS 580 4MATIC બુક કરાવી શકે છે. Mercedes EX 580 4MATIC દેશની પહેલી લોકલ રીતે એસેમ્બલ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર હશે. 

અહેવાલો અનુસાર નવી ઇલેક્ટ્રિક લક્ઝરી સેડાન સિંગલ ચાર્જ પર લગભગ 500 કિમીની મુસાફરી કરશે. આ શાનદાર આગામી લક્ઝરી સેડાન ભારતમાં 30 સપ્ટેમ્બરે લોન્ચ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પુણેના ચાકન ખાતે મર્સિડીઝના ઉત્પાદન પ્લાન્ટમાંથી EQS 580 4MATIC લોન્ચ કરશે.

EQS મજબૂત થશે

મર્સિડીઝ એ કેટલીક મોટી બ્રાન્ડ્સમાંની એક છે જેણે ભારતમાં ઇલેક્ટ્રિક લક્ઝરી કાર રજૂ કરી છે. કંપનીએ આ સફર દેશમાં EQC SUV લોન્ચ કરીને શરૂ કરી છે. મર્સિડીઝને ટક્કર આપતી Audi અને BMW જેવી મોટી બ્રાન્ડ્સે પણ ભારતમાં તેમની ઇલેક્ટ્રિક લાઇનઅપ મજબૂત કરી છે. મર્સિડીઝ આગામી ઇલેક્ટ્રિક સેડાન EQS 580 4MATIC સાથે પણ તેની સ્થિતિ મજબૂત કરશે.

500 કિમીની રેન્જ

Mercedes e car assembled in India: મર્સિડીઝ EQS 53ની જેમ, EQS 580 4MATIC પણ 55-ઇંચની હાઇપરસ્ક્રીન મેળવી શકે છે. આવનારી ઇલેક્ટ્રિક સેડાનમાં આ સૌથી મોટી ખાસિયત હશે. HT Auto અનુસાર, તેમાં 107.8kWh બેટરી પેકનો પાવર મળશે. કંપનીનો દાવો છે કે આ નવી સેડાન ભારતની સૌથી લાંબી રેન્જની ઇલેક્ટ્રિક કાર હશે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 500 કિમીનું અંતર કાપશે.

15 મિનિટના ચાર્જ પર 300 કિમી ચાલશે

મર્સિડીઝનો દાવો છે કે EQS 580 4MATIC 200kWh DC ચાર્જર સાથે 15-મિનિટના ચાર્જ પર 300 કિલોમીટરનું અંતર કાપશે. કંપનીએ હાલમાં જ મર્સિડીઝ EQS 53 લોન્ચ કરી છે, જે આયાત કરવામાં આવે છે. આયાત કરવામાં આવી રહી છે, તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.54 કરોડ છે. પરંતુ ભારતમાં સ્થાનિક રીતે એસેમ્બલ હોવાથી, EQS 580 4MATIC ની કિંમત આના કરતા ઓછી હોઈ શકે છે.

આ પણ વાંચો..Dream City Project: મહિનાના અંતે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડ્રીમ સિટી પ્રોજેક્ટના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *