new variant

Omicron case update: આ રાજ્યમાં મળ્યા ઓમિક્રોનના 9 દર્દી, અત્યાર સુધી દેશમાં 21 લોકો થયા છે સંક્રમિત

Omicron case update: મુંબઈમાં 20 શંકાસ્પદ મળી આવતા રાજ્યમાં અલર્ટ

મુંબઇ, 05 ડિસેમ્બરઃ Omicron case update: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ હવે જયપુરમાં 9 લોકો વેરિએન્ટ જોવા મળી આવ્યો છે. આ 9 લોકોમાંથી 4 લોકો દક્ષિણ આફ્રિકાથી આવેલા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 5 લોકો જે સંક્રમિત થયા છે. તે પોઝિટિવ લોકોના સંક્રમણમાં આવ્યા હતા. હાલ 9 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની હાલત સામાન્ય છે.

રાજસ્થાનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા પરિવારની જીનોમ સીક્વેંસિંગના રિપોર્ટમાં 9 વ્યક્તિ કોરોનાના નવા વેરિએન્ટથી સંક્રમિત જોવા મળે છે. સ્વાસ્થ્ય સચિવ વૈભવ ગાલરિયાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકાથી આવેલા પરિવારને પૂર્વમાં આરયૂએચએસમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, દક્ષિણ આફ્રિકાથી આવેલા પરિવાર સહિતના સંપર્કમાં 34 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેમાંથી 9 લોકો ઓમિક્રોન સંક્રમિત થયા છે.

આ પણ વાંચોઃ Omicron test: ઓમિક્રોન માટે કેવી રીતે થાય છે ટેસ્ટ, શું છે લક્ષણો વિશે?

ઉલ્લેખનીય છે કે, આ પહેલા આજે મહારાષ્ટ્રમાં 8 નવા કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં તેની સંખ્યા વધીને 9 થઇ ગઇ છે. આ અગાઉ કર્નાટકમાં પણ 2 દર્દીઓ મળી આવ્યા છે. તો ગુજરાતના જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા એક વ્યક્તિમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે. અત્યાર સુધીની વાત કરીએ તો દેશમાં કુલ 21 કેસ પોઝિટિવ છે.

Whatsapp Join Banner Guj