PM Modi

PM modi launched 5G internet service: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી 5G ઇન્ટરનેટ સેવા, જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

PM modi launched 5G internet service: વડાપ્રધાનએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી

નવી દિલ્હી, 01 ઓક્ટોબર: PM modi launched 5G internet service: લાંબા ઈન્તેજાર બાદ આખરે આજે ભારતમાં 5જી ઇન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. આ સાથે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.

5જી ઇન્ટરનેટ સેવાથી હવે ઈન્ટરનેટની સ્પીડ એટલી વધી જશે કે 2 કલાકની મૂવી માત્ર 3 કલાકમાં ડાઉનલોડ થઈ જશે. 5G ટેકનોલોજી ઉર્જા કાર્યક્ષમતા, સ્પેક્ટ્રમ કાર્યક્ષમતા અને નેટવર્ક કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. એવું નથી કે 5જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઇન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે.

5જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. 5G વિશે સૌથી મહત્વની વાત એ છે કે તે લોઅર ફ્રીક્વન્સી બેન્ડથી લઈને હાઈ બેન્ડ સુધીના તરંગોમાં કામ કરશે. એટલે કે તેનું નેટવર્ક વધુ વ્યાપક અને હાઇ-સ્પીડ હશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે.

અહેવાલો અનુસાર, સપ્ટેમ્બરથી જ પરીક્ષણ માટે 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ થશે. જો કે, તેને સમગ્ર ભારતમાં પહોંચવામાં 2023ના પ્રથમ ક્વાર્ટર સુધીનો સમય લાગી શકે છે. રિલાયન્સે આ દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મહાનગરોમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક શહેરમાં 5G સેવાઓ પૂરી પાડવાનું કહ્યું છે.

આ પણ વાંચો: Cylinder blast in vadodara: ગુજરાતના વડોદરામાં મોટી દુર્ઘટના, સિલિન્ડર ફાટવાથી આટલા લોકોની થઈ મોત

Gujarati banner 01