Gas leakage

Mehsana ongc gas leakage: મહેસાણા ONGCમાં ગેસ ગળતરની ઘટના, શ્વાસ લેવામાં તકલીફ થતા કેટલાક લોકો અસ્પતાલ માં ભર્તી

Mehsana ongc gas leakage: 114 લોકોને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ હતી જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં

મહેસાણા, 01 ઓક્ટોબર: Mehsana ongc gas leakage: ગુજરાતના મહેસાણામાં મોટી ઘટના થઈ છે. અહીં કસલપુર અને જોટાણા ગામ નજીક આવેલ ONGC ની વેલ SN 377 સાઉથ સાંથલમાં મોડી રાત્રે અચાનક બ્લાસ્ટ થતાં ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જેને લઇ નજીકના વિસ્તારમાં દોડધામ મચી હતી. ગેસ લીકેજિંગ થતા 40થી 50 ફૂટ ઊંચે સુધી ગેસનો ફુવારો ઉડતો જોવા મળ્યો હતો.

સમગ્ર ઘટનાને પગલે બેથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં 3500 લોકો ભયભીત બન્યા હતાં કારણ કેે બ્લાસ્ટને પગલે ઝેરી ગેસ લીકેજ થવા પામ્યો હતો. વિસ્તારની નજીકના ગામમાં 114 લોકોને શ્વાસ લેવામાં તકલીફ જણાઈ હતી જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: PM modi launched 5G internet service: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી 5G ઇન્ટરનેટ સેવા, જાણો સામાન્ય લોકોને ક્યારે મળશે સુવિધા

Gujarati banner 01