Prohibition on religious attire: કર્ણાટક હાઇકોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, શાળા-કોલેજમાં ધાર્મિક પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ- વાંચો વિગત

Prohibition on religious attire: શાળાઓ અને કોલેજોને ધાર્મિક પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી શકાય છે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ Prohibition on religious attire: હિજાબ પહેરવાની માંગ કરનારાઓને કર્ણાટક હાઈકોર્ટે મોટો ફટકો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી શાળાઓ અને કોલેજોને ધાર્મિક પોશાક પહેરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી શકાય છે.

કર્ણાટક હાઈકોર્ટ હવે સોમવારે બપોરે આ કેસની વધારે સુનાવણી કરશે ત્યાં સુધી શાળાઓ અને કોલેજો ચાલુ કરવાનો પણ આદેશ આપ્યો છે. પરંતુ જ્યાં સુધી કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્કૂલો અને કોલેજોમાં ધાર્મિક પોશાક ન પહેરવાનું જણાવ્યું છે. 

આ પણ વાંચોઃ Arjun modhwadia accuses bjp government: બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવા મુદ્દે અર્જુન મોઢવાડિયાનો મોટો આરોપ- વાંચો વિગત

કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની અધ્યક્ષતાવાળી ન્યાયાધીશ કૃષ્ણ એસ દીક્ષિત અને જેએમ ખાજીની ખંડપીઠ આ મામલાની સુનાવણી કરી રહી છે.

સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મીડિયાને અપીલ કરી હતી કે તેઓ કોર્ટના આદેશને જોયા વિના દલીલો દરમિયાન કોર્ટ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ ટિપ્પણીની જાણ ન કરે. “જ્યાં સુધી આદેશ પૂર્ણ ન થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા, અખબારો અથવા ક્યાંય પણ જાણ કરશો નહીં.

Gujarati banner 01