Manish sisodia

Raids at Manish Sisodia House: મનીષ સિસોદિયાના ઘર સહિત 21 જગ્યાઓ પર CBI ના દરોડા,ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી જાણકારી

Raids at Manish Sisodia House: સિસોદીયાએ લખ્યું કે CBI આવી છે, તેમનું સ્વાગત છે. અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે તેને જ પરેશાન કરવામાં આવે છે.

નવી દિલ્હી, 19 ઓગષ્ટઃ Raids at Manish Sisodia House: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે. આ જાણકારી ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી છે. એક્સાઈઝ પોલીસી મામલે સીબીઆઈની ટીમોએ દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. એક ટીમ તત્કાલિન દિલ્હી આબકારી આયુક્ત અરવા ગોપીકૃષ્ણના ઘરે પણ પહોંચી છે.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તેમના ત્યાં પહોંચતા સિસોદીયાએ લખ્યું કે CBI આવી છે, તેમનું સ્વાગત છે. અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે તેને જ પરેશાન કરવામાં આવે છે. આથી આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી. 

Advertisement

સિસોદિયાએ વધુમાં લખ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના શાનદાર કામથી પરેશાન છે. આથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને શિક્ષણમંત્રીને પકડ્યા છે. જેથી કરીને શિક્ષણ સ્વાસ્થ્યના સારા કામ રોકી શકાય. અમારા બંને પર ખોટા આરોપ છે.કોર્ટમાં સત્ય સામે આવી જશે. અત્રે જણાવવાનું કે સત્યેન્દ્ર જૈન પણ જેલમાં કેદ છે. 

આ પણ વાંચોઃ Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમીના પર્વ પર જાણો દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ

Advertisement

દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશું. જેથી કરીને સત્ય સામે આવી શકે. અત્યાર સુધીમાં મારા પર અનેક કેસ કર્યા પરંતુ કશું મળ્યું નહીં. આમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાશે નહીં. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સીબીઆઈની રેડ બાદ મનિષ સિસોદીયાના બચાવમાં ઉતર્યા છે. તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરી લખ્યું કે  દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની સમગ્ર દુનિયા ચર્ચા કરી રહી છે. તેઓ તેને રોકવા માંગે છે. આથી દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રીઓ પર રેડ અને ધરપકડ થઈ છે. 75 વર્ષમાં જેણે પણ સારા કામની કોશિશ કરી, તેને રોકવામાં આવ્યા. આથી ભારત પાછળ રહી ગયું. દિલ્હીના સારા કામોને અટકવા દઈશું નહીં. 

કેજરીવાલે વધુમાં કહ્યું કે જે દિવસે અમેરિકાના સૌથી મોટા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ અને મનિષ સિસોદિયાનો ફોટો છપાયો તે દિવસે મનિષના ઘરે કેન્દ્રએ સીબીઆઈ મોકલી દીધી. સીબીઆઈનું સ્વાગત છે. પૂરો સહયોગ કરીશું. પહેલા પણ અનેક તપાસ/રેડ થઈ, કશું નીકળ્યું નહીં. હવે પણ કઈ નીકળશે નહીં. 

આ પણ વાંચોઃ Panjiri recipe: બાળ ગોપાલના જન્મપર્વે બનાવો કાન્હાનો ભાવતો પંજરીનો પ્રસાદ

Advertisement
Gujarati banner 01