Panjiri recipe: બાળ ગોપાલના જન્મપર્વે બનાવો કાન્હાનો ભાવતો પંજરીનો પ્રસાદ

Panjiri recipe: કાન્હાને માખણ મિશ્રી તો ભાવે છે અને આ વાત તો દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે.

વાનગી, 19 ઓગષ્ટઃ Panjiri recipe: આજે દેશભરમાં જન્માષ્ટમીનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન કૃષ્ણને છપ્પન ભોગ અર્પિત કરવામાં આવે છે. બીજી બાજુ બાળ-ગોપાલને ધાણા ખૂબ પ્રિય હોવાને કારણે તેમને આજના દિવસે ધાણાની પંજરીનો પણ ભોગ લગાવાય છે. તો અઅવો જાણીએ કેવી રીતે બનાવાય છે ધાણાની પંજરીનો પ્રસાદ. 

ધાણાની પંજરી બનાવવા માટેની સામગ્રી

  • ધાણા પાવડર – 1 કપ
  • ઘી – 3 ચમચી
  • ખાંડ પાવડર – 1/2 કપ
  • છીણેલું નાળિયેર – 1/2 કપ
  • ડ્રાયફ્રુટ  – 1/2
  • નાની વાટકી (સમારેલા)
  • ચારોળી  – 1 ચમચી
  • મગજતરીના બીજ – 3 ચમચી (છાલવાળા)

ઘાણાની પંજરી બનાવવાની રીત –

ઘાણા પંજરી બનાવવા માટે, પહેલા એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો. હવે તેમાં ધાણા પાવડર નાખીને તેને 4-5 મિનિટ માટે સેકી લો અને તેને બાઉલમાં કાઢી લો. કઢાઈમાં બાકીનું ઘી ઉમેરો અને તેમા મખાના નાખીને સતત હલાવતા 2-3 મિનિટ માટે સાંતળો. ડ્રાય ફ્રુટ્સ, ચારોળી, મગજતરીના બીજ, નાળિયેર, ખાંડનો પાવડર અને ધાણા પાવડર ધીમી આંચ પર ઉમેરો અને મિક્સ કરો. એક સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલી પંજરી કાઢીને કાન્હાજીને અર્પણ કરો અને તેને પ્રસાદ તરીકે સર્વ કરો.

આ પણ વાંચોઃ Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

આ પણ વાંચોઃ PM kisan samman nidhi yojana: સરકારની આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

Gujarati banner 01