Dwarkadhish

Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમીના પર્વ પર જાણો દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ

Program of dwarka temple on janmashtami: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5,249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

દ્વારકા, 19 ઓગષ્ટઃ Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમી પર્વનું ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘણું મહત્વ છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 19 ઓગસ્ટના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવનું વિશેષ મહત્વ છે. 

દ્વારકામાં જન્માષ્ટમી કાર્યક્રમ

– જન્માષ્ટમીના દીને તારીખ 19 
– સવારે 6 વાગ્યે મંગળા આરતી…
– સવારે 6 થી 8 સુધી મંગળા દર્શન…
– સવારે 8 વાગ્યે શ્રીજી ના ખુલા પડદે સ્નાન દર્શન…
– 10 વાગ્યે સ્નાન ભોગ..
– 10:30 શૃંગાર ભોગ…
– 11 વાગ્યે  શૃંગાર આરતી 
– 11:15 વાગ્યે ગ્વાલ ભોગ…
– 12 વાગ્યે રાજભોગ…
– બપોરે 1 થી 5 સુધી અનોસાર (દર્શન) બંધ…
– સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન…
– 5:30 થી 5:45  વાગ્યે ઉત્થાપન ભોગ…
– 7:15 થી 7:30 સુધી સંધ્યા ભોગ…
– 7:30 વાગ્યે સંધ્યા આરતી…
– રાત્રે 8 થી 8:10 શયન ભોગ..
– 8 :30 શયન આરતી…
– 9 વાગ્યે અનોસાર (દર્શન )બંધ…
– રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી ઉજવણી…
– જન્મોત્સવ દર્શન રાત્રે 12 થી 2:30 …
– તારીખ 20 સવારે 7 થી 10:30 સુધી વિશેષ પારણાં દર્શન રહેશે

આ પણ વાંચોઃ Panjiri recipe: બાળ ગોપાલના જન્મપર્વે બનાવો કાન્હાનો ભાવતો પંજરીનો પ્રસાદ

ઉલ્લેખનીય છે કે, દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાધીશ મંદિર પરીસરમાં પોલીસ જવાનોને જરૂરી સુચનો પણ અપાઈ છે. બીજી બાજુ ભક્તોને દર્શન કરવામાં અગવડતા ન પડે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે, જે મુજબ કીર્તિસ્તંભથી બેરીકેટ મારફ્તે લાઈનસર દ્વારકાધીશના 56 સીડી સ્વર્ગદ્વારેથી ભક્તોને  પ્રવેશ આપવામાં આવશે. યાત્રિકો માટે કીર્તિસ્તંભમાં સામાનઘર અને વિશ્રામગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Gujarati banner 01