pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

PM kisan samman nidhi yojana: સરકારની આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

PM kisan samman nidhi yojana: પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Benefits) લાભ લઈ શકતા નથી. જો કોઈ એવું કરે છે તો તેને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે

નવી દિલ્હી, 19 ઓગષ્ટઃ PM kisan samman nidhi yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તેમાં વર્ષે 6000 એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે. ખેડૂતોના ખાતામાં 9 મો હપ્તો  જમા કરવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુધી આ યોજનાના પાત્રતાને લઇને ઘણા સવાલ છે. જેમ કે, શું પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PKSNY) લાભ ઉઠાવી શકે છે? તો આવો જાણીએ શું કહે છે નિયમ.

કેવી રીતે મળશે લાભ?

પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Benefits) લાભ લઈ શકતા નથી. જો કોઈ એવું કરે છે તો તેને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઈઓ છે જે ખેડૂતને અયોગ્ય ગણાવી શકે છે. ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ ભરે છે તો આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે કે, પતિ અથવા પત્નીમાંથી કોઈ ગત વર્ષ ઇનકમ ટેક્સ ભરે છે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.

આ પણ વાંચોઃ Agnivir Recruitment: ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે

કોણ છે અયોગ્ય

જો કોઈ ખેડૂત તેમની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરે અને અન્ય કોઈ કામ કરી રહ્યો છે અથવા બીજાના ખેતરોમાં ખેતી કામ કરે છે, અને ખેતર તેમનું નથી. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવવા હકદાર નથી. જો કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો છે, પરંતુ ખેતર તેમના નામ પર નથી અને તેના પિતા અથવા દાદાના નામ પર છે તો તે ખેડૂત પણ આ યોજનાનો લાભ મેળવી શકે નહીં.

આ લોકોને પણ નથી મળી શકતો લાભ

જો કોઈ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા રિટાયર થઈ ગયા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાના લાભ માટે અયોગ્ય છે. અયોગ્યની લિસ્ટમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તેના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપતા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળતો નથી.

આ પણ વાંચોઃ Deputy CM Says About Suspicious boat: દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

Gujarati banner 01