Salman khurshid book controversy

Salman khurshid book controversy: હિન્દુત્વ સાથે ISISની તુલનાપર ખુરશીદના પુસ્તકને બેન કરવા વિચારણા, રાહુલે કરી રહ્યો છે બચાવ- વાંચો વિગત

Salman khurshid book controversy:મધ્યપ્રદેશની ભાજપ સરકારના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેરાત કરી છે કે, સલમાન ખુરશીદનુ પુસ્તક રાજ્યમાં બેન કરવામા આવશે

નવી દિલ્હી, 12 નવેમ્બરઃ Salman khurshid book controversy: સલમાન ખુરશીદે પોતાના નવા પુસ્તક  સનરાઈઝ ઓવર અયોધ્યામાં હિન્દુત્વની તુલના ISIS અને બોકો હરામ જેવા આતંકી સંગઠનો સાથે કરીને રાજકીય મોરચે ઘમાસાણ સર્જયુ છે.

હવે મધ્યપ્રદેશની ભાજપ સરકારના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેરાત કરી છે કે, સલમાન ખુરશીદનુ પુસ્તક રાજ્યમાં બેન કરવામા આવશે. કોંગ્રેસ દેશના ભાગલા કરવાની વાત કરે છે અને આ વિચારધારાને પોતાના પુસ્તકમાં સલમાન ખુરશીદે આગળ વધારી છે.પુસ્તક (Salman khurshid book controversy) બેન કરવા માટે સરકાર કાયદાકીય નિષ્ણાતો સાથે વિચારણા કરશે.

તેમણે કહ્યુ હતુ કે, પુસ્તક(Salman khurshid book controversy)ની જેટલી નિંદા થાય તેટલી ઓછી છે.હિન્દુઓને જાતિઓમાં વહેંચવાની કોઈ તક આ લોકો જવા દેતા નથી.ભારત તેરે ટુકડે હોંગે…ના નારા પોકારનારાઓ પાસે સૌથી પહેલા રાહુલ ગાંધી પહોંચ્યા હતા.આ જ વિચારને સલમાન ખુરશીદ આગળ વધારી રહ્યા છે.કોઈ પણ રીતે દેશને જાતિઓમાં વહેંચવાનુ કોંગ્રેસનુ લક્ષ્ય છે અને એટલે હિન્દુ સમાજની આસ્થા પર પ્રહાર કરવાની એક પણ તક તેઓ જવા દેતા નથી.હવે તો તેઓ હિન્દુત્વ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

મિશ્રાએ કહ્યુ હતુ કે, સોનિયા ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ કોની સાથે છે…આ પુસ્તકને એમપીમાં બેન કરવામાં આવશે.આ માટે કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Isudan gadhvi: આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ લીધી રાજકોટની મુલાકાત, ગુજરાતમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મામલે કહી આ મોટી વાત!

આ મુદ્દે ભાજપ કોંગ્રેસ પર માછલા ધોઈ રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આ વિવાદમાં આડકતરી રીતે ઈશારો કરીને નિવેદન આપ્યુ છે.સંગઠનના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ અલગ-અલગ છે.જો તે એક જ હોત તો તેમનુ નામ પણ એક જ હોત.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, શું  હિન્દુત્વનો અર્થ કોઈ સિખ કે મુસ્લિમને મારવાનો થાય છે, શું હિન્દુત્વનો અર્થ એ છે કે કોઈ અખલાકને મારો? આવુ કયા પુસ્તકમાં લખ્યુ છે? મેં ઉપનિષદ વાંચ્યા છે પણ તેમાં આવુ નથી જોયુ, ક્યાં એવુ લખ્યુ છે કે તમે કોઈ નિર્દોષની હત્યા કરો?

રાહુલ ગાંધીએ કાર્યકરો સમક્ષ ઉદાહરણ રજૂ કરતા કહ્યુ હતુ કે, એક વખત મારી ચીનના કેટલાક નેતાઓ સાથે વાત થઈ હતી અને આ નેતાઓએ મને કહ્યુ હતુ કે અમે કોમ્યુનિસ્ટ છે પણ ચીનની કેટલીક વિશેષતાઓ ધરાવતા કોમ્યુનિસ્ટ છે ..તો મેં તેમને કહ્યુ હતુ કે, આ બંને વસ્તુઓ એક સાથે હોવી શક્ય નથી..જો તમે કોમ્યુનિસ્ટ છો તો કોમ્યુનિસ્ટ જ તરીકે તમારે ઓળખાવુ જોઈએ…લોજિક બહુ સિમ્પલ છે કે, જો તમે હિન્દુ છો તો તમારે હિન્દુત્વની જરુર શું છે..નવા નામની જરુર શું છે?

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, વિચારધારાની લડાઈ સૌથી મહત્વની બની ગઈ છે.ભારતમાં કોંગ્રેસ પાર્ટીની અને આરએસએસની વિચારધારા છે.આજે હિન્દુસ્તાનમાં આરએસએસની વિચારધારા નફરત ફેલાવી રહી છે અને કોંગ્રેસની વિચારધારા લોકોમાં ભાઈચારો ફેલાવવાનુ કામ કરી રહી છે.હવે સમય આવી ગયો છે કે, આપણી વિચારધારાના મૂળિયા સંગઠનમાં પણ ઉંડા કરવાના છે.

Whatsapp Join Banner Guj