Isudan Gadhvi

Isudan gadhvi: આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ લીધી રાજકોટની મુલાકાત, ગુજરાતમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મામલે કહી આ મોટી વાત!

Isudan gadhvi: રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની પાઠશાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કૌભાંડી, વિવાદીત અને ભ્રષ્ટાચારી બની ગઇ છેઃ ઇશુદાન

રાજકોટ, 12 નવેમ્બરઃIsudan gadhvi: આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે ઈશુદાન ગઢવીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી અને આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી સેનેટની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની મિલીભગત તોડી આમ આદમી પાર્ટી ઝંપલાવશે તેવો નિર્દેશ આપ્યો હતો. સાથે ગુજરાતમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મામલે સીધો આક્ષેપ કરી ભાજપના નેતાની સંડોવણી હોવાનું જણાવ્યું હતું.

ઈશુદાન ગઢવી(Isudan gadhvi)એ જણાવ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની પાઠશાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કૌભાંડી, વિવાદીત અને ભ્રષ્ટાચારી બની ગઇ છે. એક સમયે એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે સી ગ્રેડ તરફ ધકેલાઈ રહી છે. માટે વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટી ફરી શિક્ષાનું ધામ બની સારું નામ પ્રાપ્ત કરે એ માટે આગામી યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરશે.

આ પણ વાંચોઃ First computer auction: એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે 45 વર્ષ પહેલા પોતાના હાથે બનાવેલા કોમ્પ્યુટર એપલ-1ની આટલા કરોડમાં થઇ હરાજી

બીજી તરફ ગુજરાતમાંથી વારંવાર મળતા ડ્રગ્સ મામલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે અને ઉડતા પંજાબના બદલે ઉડતા ગુજરાત બની રહ્યું છે. વારંવાર ડ્રગ્સ પકડાય છતાં પણ મુખ્ય આરોપી કોણ તે સામે નથી આવતું ત્યારે મારો સીધો આક્ષેપ છે કે, આ પાછળ ભાજપના મોટા નેતાનો હાથ છે. જેની સંડોવણી વગર ડ્રગ્સ ગુજરાતમાં લાવવું શક્ય નથી. હવે ડ્રગ્સ મામલે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવી તપાસ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની મુખ્ય માંગ છે.

વધુ(Isudan gadhvi)માં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે શિક્ષણનું મંદિર ગણાય અને તેને વર્તમાન શાસક ભાજપ અને સેટિંગની રાજનીતિ કરતી વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગતથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને રાજકારણનો અખાડો બનાવી દીધો છે. આવા કૌભાંડોનું ઘર બની ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેવા સમયે શિક્ષણ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવા આમ આદમી પાર્ટી ઈમાનદાર, નિડર અને લડાયક યુવાનોને યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડાવશે અને ભાજપ કોંગ્રેસની મિલીભગતને પડકારશે.

Whatsapp Join Banner Guj