Tribute to Dr. Babasaheb Ambedkar: 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ
Tribute to Dr. Babasaheb Ambedkar: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
રાજકોટ, 06 ડિસેમ્બર: Tribute to Dr. Babasaheb Ambedkar: ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનો 68મો મહાપરિનિર્વાણ દિવસ 6ઠ્ઠી ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલી ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી અને ડિવિઝનના તમામ સ્ટેશનો ખાતે ગૌરવપૂર્વક રીતે ઉજવવામાં આવ્યો હતો.
રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમારે દીપ પ્રાગટ્ય કરી ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન બાબાસાહેબ ડૉ.બી. આર. આંબેડકરના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો:- PV Sindhu Marriage: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ બનશે ‘દુલ્હન’, જાણો કોની સાથે કરશે લગ્ન
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબે સહિત અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનો, એસસી/એસટી એસોસિએશન અને ઓબીસી એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો