Vaccine

Vaccine at home: દિવ્યાંગ, વૃદ્ધોને તેમના ઘરે જઇને કોરોનાની વેક્સિન અપાશે- કેન્દ્ર સરકાર

Vaccine at home:કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોની સંખ્યા ભલે ઘટી હોય પણ દેશમાં હજુ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ Vaccine at home: જેમને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં તકલીફ પડે છે તેવા દિવ્યાંગ, વૃદ્ધો સહિતના લોેકોને તેમના ઘરે જઇને કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન આજે દેશમાં કોરોનાના નવા ૩૧,૯૨૩ કેસ નોંધવામાં આવ્યા હતાં.

પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોનાના કેસોની સંખ્યા ભલે ઘટી હોય પણ દેશમાં હજુ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના જેટલા પણ નવા કેસો નોંધાયા છે તે પૈકી ૬૨.૭૩ ટકા કેસો એકલા કેરળમાં જ છે. કેરળમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખથી વધારે છે. દેશના ૩૩ જિલ્લાઓમાં સાપ્તાહિર પોઝિટિવ રેટ ૧૦ ટકાથી વધારે છે. ૨૩ જિલ્લા એવા છે જેમાં સાપ્તાહિક પોઝિટિવ રેટ પાંચ ટકાથી દસ ટકાની વચ્ચે છે. 

આ પણ વાંચોઃ PM Modi Meeting US VP: પીએમ મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે કરી મુલાકાત, આ મુદ્દા પર કરી વાત-ચીત- વાંચો વિગત

દેશની પુખ્ત વયની વસ્તી પૈકી ૬૬ ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે ૨૩ ટકા લોકોેને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતમાં વેક્સીન લીધેલા લોકોને બ્રિટનમાં દસ દિવસ ક્વોરાઇન્ટાઇન રાખવા બ્રિટિશ સરકારના નિર્ણયને ભેદભાવયુક્ત ગણાવ્યો હતો. 

આજે નવા ૩૧,૯૨૩ કેસો નોંધવામાં આવ્યા પછી દેશમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ થઇ ગયા છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને ૩,૦૧,૬૪૦ થઇ ગઇ છે. જે છેલ્લા ૧૮૭ દિવસના સૌથી ઓછા છે. આજે નવા ૨૮૨ લોકોના મોત થતાં કોરોનાથી અત્યાર સુધી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૬,૦૫૦ થઇ ગઇ છે. અત્યાર સુધી દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધી ૮૪ કરોડ થઇ ગઇ છે. 

આ દરમિયાન આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવ્યું છે કે પાંચ ટકાથી વધારે પોઝિટિવ રેટ ધરાવતા જિલ્લાઓમાં ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

Whatsapp Join Banner Guj