PM Modi Meeting US VP

PM Modi Meeting US VP: પીએમ મોદીએ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે કરી મુલાકાત, આ મુદ્દા પર કરી વાત-ચીત- વાંચો વિગત

PM Modi Meeting US VP: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કમલા હેરિસ અને તેમના પતિ ડગલસને ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ PM Modi Meeting US VP: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે અને ગુરૂવારે મોડી રાતે પીએમ મોદીની અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત થઈ. બંને નેતાઓએ આ દરમિયાન ભારત-અમેરિકાના સંબંધો પર ચર્ચા કરી. દુનિયાના અલગ-અલગ મુદ્દા પર પણ ચર્ચા થઈ. જેમાં અફઘાનિસ્તાનનો મુદ્દો પણ સામેલ રહ્યો, જ્યારે કમલા હેરિસે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કમલા હેરિસ(PM Modi Meeting US VP) વચ્ચે આ પહેલી મુલાકાત હતી, અગાઉ બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી હતી. બેઠકમાં ભારતમાં કોરોનાની પરિસ્થિતિ, રસીકરણ અને આરોગ્ય સંબંધિત સામાનની સપ્લાય અંગે ચર્ચાઓ થઈ. કમલા હેરિસે આ સમયગાળા દરમિયાન ભારતના રસી પુરવઠાને ફરી શરૂ કરવા બદલ આભાર માન્યો.

આ સિવાય ક્લાઈમેન્ટ ચેન્જને લઈને પણ પીએમ મોદી(PM Modi Meeting US VP)એ ભારત દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મહત્વના પગલા વિશે જણાવ્યુ, જેમાં નેશનલ હાઈડ્રોજન મિશન પણ સામેલ છે. બંને નેતાઓએ હેલ્થકેર અને આઈટી સેક્ટરમાં ભવિષ્યના સહયોગને લઈને વાતચીત કરી. 

પીએમ મોદી અને કમલા હેરિસ(PM Modi Meeting US VP)ની મીટિંગ વિશે વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ જાણકારી આપી કે જ્યારે બેઠકમાં આતંકવાદનો મુદ્દો આવ્યો ત્યારે કમલા હેરિસે પાકિસ્તાનના રોલની વાત કરી અને એક્શન લેવાની માગ કરી. હર્ષ શ્રૃંગલા અનુસાર, કમલા હેરિસે માન્યુ કે પાકિસ્તાનમાં આતંકી ગ્રૂપ એક્ટિવ છે અને ઈસ્લામાબાદને તેમના વિરૂદ્ધ એક્શન લેવુ જ પડશે. 

આ પણ વાંચોઃ Murder case: ભાવનગરના ચિત્રા વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરાની ક્રુરતાપૂર્વક પેચિયાથી હત્યા કરાઈ હોવાની આશંકા

બંને નેતાઓ આ દરમિયાન અફઘાનિસ્તાનની પરિસ્થિતિ દુનિયામાં લોકતંત્રની સ્થિતિને લઈને પણ ચર્ચા કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કમલા હેરિસ અને તેમના પતિ ડગલસને ભારત આવવાનુ આમંત્રણ આપ્યુ.

Whatsapp Join Banner Guj