FIR against The Kapil Sharma Show

FIR against The Kapil Sharma Show: કપિલની મુશ્કેલી વધી, આ કારણે શોના મેકર્સ તથા એક્ટર વિરુદ્ધ FIR નોંધાઇ- વાંચો વિગત

FIR against The Kapil Sharma Show: ફરીયાદ શોના એ એપિસોડને લઈને થઈ છે કે જેમાં એક્ટર્સ કોર્ટરૂમ સીનને પર્ફોમ કરતા કરતા ડ્રિંક કરી રહ્યા હતા. એક્ટર્સ પર આરોપ છે કે તેમણે કોર્ટનું અપમાન કર્યું છે

બોલિવુડ ડેસ્ક, 24 સપ્ટેમ્બરઃFIR against The Kapil Sharma Show: ધ કપિલ શર્મા શોના મેકર્સ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના શિવપુરીના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના વિરુદ્ધ FIR દાખલ થઈ છે, ફરીયાદ શોના એ એપિસોડને લઈને થઈ છે કે જેમાં એક્ટર્સ કોર્ટરૂમ સીનને પર્ફોમ કરતા કરતા ડ્રિંક કરી રહ્યા હતા. એક્ટર્સ પર આરોપ છે કે તેમણે કોર્ટનું અપમાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે 19 જાન્યુએરી 2020ના એપિસોડનો છે. જે 24 એપ્રિલ 2021ના રોજ ફરીથી ટેલીકાસ્ટ થયો છે. વકીલનો દાવો છે કે એપિસોડનાં એવું બતાવવામાં આવ્યું છે કે કોર્ટરૂમમાં શૂટીંગ કરતા કેરેક્ટરે એવો અભિનય કર્યો છે કે તેઓ ડ્રિંક કરેલા છે. આ સીન દ્વારા તેમણે કોર્ટનું અપમાન કર્યું છે

આ પણ વાંચોઃ Vaccine at home: દિવ્યાંગ, વૃદ્ધોને તેમના ઘરે જઇને કોરોનાની વેક્સિન અપાશે- કેન્દ્ર સરકાર

શિવપુરીના વકીલે એફઆઈઆર(FIR against The Kapil Sharma Show) દાખલ કરી છે. કોર્ટમાં આ મામલાની સુનાવણી 1 ઓકટોમ્બરે થશે. વકીલનું કહેવુ છે કે ધ કપિલ શર્મા શો અત્યંત વાહીયાત છે. આ શોમાં મહિલાઓને લઈને ખોટા કમેન્ટસ કરવામાં આવે છે. એક એપિસોડમાં તો સ્ટેજ પર કોર્ટરૂમ સેટ અપ રાખ્યો છે. અને તેમાં અભિનેતા એક્ટર્સ પબ્લિકમાં દારૂપીતા નજરે આવી રહ્યા છે. આ તો કોર્ટનું અપમાન છે, અને આ જ કારણ છે કે મે એફઆઈઆર દાખલ કરી છે, આ બધી ગંદકી રોકવી જરૂરી છે

Whatsapp Join Banner Guj