Floating Restaurant on Riverfront

Floating Restaurant on Riverfront: રિવરફ્રન્ટની નવી ઓળખ બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં, જાણો શું હશે ચાર્જ

Floating Restaurant on Riverfront: ચાર્જ પ્રતિ વ્યક્તિ 2 હજારથી 2500 રૂપિયા સુધી લેવામાં આવી શકે છે

અમદાવાદ, 01 જૂૂનઃ Floating Restaurant on Riverfront: અમદાવાદની ઓળખ બની ગયેલા રિવરફ્રન્ટની નવી ઓળખ હવે ક્રૂઝ એટલે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનશે. રિવરફ્રન્ટે 20 જૂને રથયાત્રાના દિવસે સાબરમતી નદીમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં સાબરમતી નદીમાં ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવામાં આવી રહી છે.

આ ક્રૂઝની કિંમત લગભગ 10 કરોડ હોવાનો અંદાજ છે. હાલમાં ક્રૂઝની ટ્રાયલ રન ચાલી રહી છે અને તેનું સેફ્ટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડમાં દોઢ કલાક લાગશે.

2 હજારથી 2500 રુપિયા સુધીનો હશે ચાર્જ

Advertisement

ચાર્જ પ્રતિ વ્યક્તિ 2 હજારથી 2500 રૂપિયા સુધી લેવામાં આવી શકે છે. એક રાઉન્ડમાં વધુમાં વધુ 100થી 120 લોકો બેસી શકે છે.

લંચના આ બે સમય હશે

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં બે સમય હશે. 2 લંચ માટે અને 2 ડિનર માટે એટલે કે સવારે 11.30 થી 1 અને બપોરે 1થી 2.30 એમ બે શિફ્ટમાં નદીની સફરની મજા માણી 100-100 લોકો લંચ કરી શકશે.

Advertisement

ડીનરનો સમય શરુ થશે સાંજે 8 વાગ્યાનો

રાત્રિ ભોજન માટે રાત્રે 8 થી 9.30 અને 9.30થી 11 દરમિયાન બે ડિનરનો સમય આપવામાં આવશે. આમ બે શિફ્ટમાં ડીનરની મજા માણી શકાશે.

  • 120 લોકોની છે કેપેસિટી
  • 5 સ્ટાર હોટલ જેવી હશે સુવિધા પહેલા માળે એસી કેબિન હશે
  • પ્રથમ માળે ઓપન ક્રૂઝમાં બેસીને ખાણીપીણીની લિજ્જત માણી શકાશે
  • ક્રૂઝમાં 120 લોકોની બેસવાની છે કેપેસિટી
  • ખાણી પીણી સાથે લાઈવ શો અને મ્યુઝિક પાર્ટી માણી શકાશે
  • અમદાવાદીઓ બર્થ ડે પાર્ટી પણ મનાવી શકે તેવી વ્યવસ્થા
  • ક્રૂઝમાં ઓફિસ મિટીંગ શક્ય બનશે.
  • બે માળની ક્રૂઝ હશે

10 કરોડના ખર્ચે શરુ થશે ક્રૂઝ

Advertisement

રીવરફ્રન્ટની નવી ઓળખ આ ક્રુઝ બનશે આ સાથે જ અમદાવાદમાં આવતા સેલિબ્રિટીઝ પણ અહીં આવીને ડીનર તેમજ લંચની મજા માણી શકે છે. લગભગ ક્રૂઝનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આગામી અષાઢી બીજે તેનો પ્રારંભ થશે.

આ પણ વાંચો… Wrestlers movement update: કુસ્તીબાજોના આંદોલનનો વિવાદ સચિનના ઘરે પહોંચ્યો, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement