lord vishnu

Devuthani Ekadashi: આજે અને કાલે દેવઉઠી એકાદશી, આ દિવસે ભગવાન જાગે છે, દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

Devuthani Ekadashi: દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થયા

ધર્મ ડેસ્ક, 14 નવેમ્બરઃ Devuthani Ekadashi: તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસને દિવસે દેવઉઠી એકદાશી કહેવામાં આવે છે. જે ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ સૂવે છે, તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવઉઠી એકાદશી(Devuthani Ekadashi)થી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થઇ જાય છે. તે પછી ભગવાન વિષ્ણુ 10 જુલાઈ 2022ના રોજ દેવશયની એકાદશીથી ફરી વિશ્રામ કરશે.

ભગવાન વિષ્ણુના જાગવા (Devuthani Ekadashi)અને સૂવાના અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. દેવતાઓના દિવસ-રાતની ગણતરી મનુષ્યના દિવસ-રાતથી અલગ હોય છે. કહેવાય છે કે, સતયુગમાં ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. અસુર સાથે યુદ્ધના કારણે તેઓ થાકી ગયા હતાં. તે પછી ભગવાને લગભગ ચાર મહિના સુધી આરામ કર્યો.

આ પણ વાંચોઃ Paramhansh Desai: USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, પરિવારે પરમહંસના અંગોનું કર્યું દાન- 11 લોકોને મળશે નવુ જીવન

ચાર-ચાર પ્રહર મળીને મનુષ્યોના દિવસ-રાત બને છે. એક પ્રહર એટલે 3 કલાકનો સમય. આ પ્રકારે ચાર પ્રહરનો સમય એટલે 12 કલાકનો દિવસ અને ચાર પ્રહરની રાત. પંદર દિવસનો એક પક્ષ હોય છે. જે સુદ અને વદ પક્ષના નામે ઓળખાય છે. બે પખવાડિયાનો એક મહિનો હોય છે. આ એક મહિનાને પિતૃ (મૃતઆત્માઓ)નો એક દિવસ માનવામાં આવે છે.

બે મહિનાની એક ઋતુ હોય છે. આ પ્રકારે વર્ષમાં છ ઋતુઓ એટલે સિઝન હોય છે, આ ઋતુ વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશર છે. છ મહિનાનું એક અયન (અડધું વર્ષ) હોય છે. સૂર્યની સ્થિતિ પ્રમાણે ઉત્તરાયણ અને દક્ષિણાયન, બે અયન હોય છે. આ બંને અયન મળીને દેવતાઓના એક દિવસ અને એક રાત બરાબર હોય છે. ઉત્તરાયણમાં દેવતાઓનો દિવસ અને દક્ષિણાયનમાં રાત હોય છે.

સૂર્યની સ્થિતિથી જોવામાં આવે તો મકરથી મિથુન રાશિ સુધી જ્યારે સૂર્ય રહે છે ત્યારે ઉત્તરાયણ કહેવામાં આવે છે, સૂર્ય 14 જાન્યુઆરીથી મકર રાશિમાં આવશે, એટલે આ દિવસથી ઉત્તરાયણ શરૂ થશે જે સૂર્યના કર્ક રાશિમાં જવા સુધી ઉત્તરાયણ રહેશે. 14 જાન્યુઆરીથી 20 જૂન સુધી ઉત્તરાયણ રહેશે. ત્યાં જ, 21જૂનથી સૂર્ય કર્ક રાશિમાં આવી જશે અને દક્ષિણાયન શરૂ થશે જે 14 જાન્યુઆરી 2023 સુધી સૂર્યના ધન રાશિમાં રહેવા સુધી રહેશે. આ જ દેવતાઓના દિવસ અને રાત છે. ઉત્તરાયણ દિવસ છે, દક્ષિણાયન રાત છે.

Whatsapp Join Banner Guj