Paramhansh Desai

Paramhansh Desai: USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, પરિવારે પરમહંસના અંગોનું કર્યું દાન- 11 લોકોને મળશે નવુ જીવન

Paramhansh Desai: જ્યોર્જિયામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાતી પરમહંસ દેસાઈને ઘરેલું વિવાદમાં હસ્તક્ષેપ કરતી વખતે 22 વર્ષીય જોર્ડન જેક્સને ગોળી મારીને ફરાર થયો

નવી દિલ્હી, 14 નવેમ્બરઃParamhansh Desai: અમેરિકાના રાજ્ય જ્યોર્જિયામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાતી પરમહંસ દેસાઈને (Paramhansh Desai) ઘરેલું વિવાદમાં હસ્તક્ષેપ કરતી વખતે 22 વર્ષીય જોર્ડન જેક્સને (Jordan Jokes) ગોળી મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં ગુજરાતી મૂળના 38 વર્ષીય પોલીસ અધિકારી પરમહંસ દેસાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના 4 નવેમ્બરના રોજ બની હતી. આ ઘટનાના સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ છે. હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે. તેમનું ભલે અવસાન થયું છે પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનથી (Organ Donation) અનેક લોકોના જીવન બચ્યા છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે કરવામાં આવશે.

નોંધનીય છે કે, પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કર્યું છે જેના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે. પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે. તેઓ 30 વર્ષ પહેલા બીલીમોરાથી અમેરિકા સ્થાયી થયા હતા. 5 ઓક્ટોબર 1983ના રોજ બીલીમોરામાં જન્મેલા પરમહંસ દેસાઈ હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

આ અંગે વિગતે વાત કરીએ તો, અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારી પરમહંસ દેસાઈ પર આરોપીએ ફાયરિંગ કર્યુ હતુ. જેમા તેઓ ઘાયલ થયા હતા અને 8 નવેમ્બરે તેમનું અવસાન થયું હતું. 38 વર્ષીય પરમહંસ દેસાઈ ઘરેલુ હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા જ્યાં 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીરરીતે ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ બાદ પરમહંસનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ Most polluted city in the world 2021: દુનિયાના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં ભારતના ત્રણ શહેરો સામેલ, વાંચો પ્રદુષિત શહેરોની યાદી

પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારા આરોપી જોર્ડન જેકસનને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના માથે 30000 ડોલરનું ઈનામ પણ જાહેર કરાયું હતું. જ્યારે સ્વેટની ટીમ એપાર્ટમેન્ટમાં છુપાયેલા આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે જ જેક્સને પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળીથી મોતને ભેટ્યો હતો. પોલીસે આરોપીને છુપાવવામાં મદદ કરનાર બે લોકોની ધરપકડ કરી છે.

ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે જેમાં 250000 ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેની સામે શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 313900 ડોલરથી પણ વધુનું દાન કર્યું છે. પરમહંસના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે. જેમા એક 11 વર્ષીય ઓમ અને બીજો 8 વર્ષીય નમન.

Whatsapp Join Banner Guj