Hatkeshvar jayanti

Hatkeshvar jayanti: નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ હાટકેશ દાદા, વાંચો હાટકેશ્વર જયંતિ વિશે

Hatkeshvar jayanti: શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુધ્ધ- તેજોમય સૂવર્ણ એવો અર્થ છે, હાટકેશ્વ(hatkeshvar)ર એવી જ રીતે શુધ્ધ- આત્મા ધરાવતા છે. તો વળી હાટકેશ્વર તો પાતાળના દેવ પણ કહેવામાં આવે છે

ધર્મ ડેસ્ક, 15 એપ્રિલઃHatkeshvar jayanti: આજે શ્રી હાટકેશ્વર જયંતી છે. હાટકેશ્વ(hatkeshvar)રની માનસ પૂજા થાય છે. જો કે હિન્દુ શાસ્ત્ર મુજબ માનવીને ઇશ્વરની પૂજા અર્થે એક આકારની જરૃર હોવાથી એક લિંગરૃપ શિવને આપવામાં આવ્યું. જેમાં બ્રહ્મા- વિષ્ણુ અને મહેશનો નિવાસ છે તો તેનું થામું પ્રજોપત્યિ’નું પ્રતીક છે. નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર જયંતિ. ચૈત્ર સુદ ૧૪ એ નાગરજ્ઞાાતિ જનો દ્વારા હાટકેશ્વર પાટોત્સવ ના નામે મનાવવામાં આવે છે આમ જયારે દરેક જ્ઞાાતિના ઇષ્ટ દેવ હોય છે. તેમ નાગરોના શ્રી હાટકેશ્વર શિવલિંગ રૃપ મહાદેવ છે.

શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુધ્ધ- તેજોમય સૂવર્ણ એવો અર્થ છે, હાટકેશ્વ(hatkeshvar)ર એવી જ રીતે શુધ્ધ- આત્મા ધરાવતા છે. તો વળી હાટકેશ્વર તો પાતાળના દેવ પણ કહેવામાં આવે છે. આ પાતાળ દેવ એટલે ભૂમિમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ શિવલિંગ, રૃપના- નિરાકાર- નિર્ગૂણ- આત્મા સ્વરૃપના છે અને આ ચૈત્ર સુદ ૧૪ તેના પ્રાગટયનો દિવસ છે. જે સમગ્ર નાગરોનું કાશી જેવા વડનગર ખાતેનું શ્રી હાટકેશ્વર મંદિર આસ્થા- ભક્તિ અને શ્રદ્ધાનું તીર્થ છે.

મૂળ તો નાગરો વડનગર ખાતે હતા, પરંતુ કાળક્રમે અનેક પરિસ્થિતિના હિસાબે ત્યાંથી બહાર નીકળતાં અનેક જગ્યાએ વસ્યા તો કેટલાક જ્યાં જ્યાં વસ્યા તેનાં નામ ઉપરથી પેટા જાતીરૃપે કહેવાયા તો વડનગરા નાગર સૌરાષ્ટ્રમાં વિશેષ આવ્યા જેમાં ઘોઘા, ભાવનગર, કચ્છ, સૌરાષ્ટ્રમાં, જુનાગઢ- મહુવા- વસાવડ ખાતે ભાવનગ,ર ઘોઘા, સાંબરકાંઠા, ખેડા, કપડવંજ, વિસનગર, ધોળકા સહિત વસ્યા સિધ્ધપુર પાટણ ખાતે પણ વસ્યા છે તો વળી ભારતના અનેક રાજયોમાં પણ વસેલા છે અને ખાસ તો શ્રી હાટકેશ્વરની કૃપાથી આ જ્ઞાાતિ વહીવટી કુશળ છે, તો વળી રાજાઓના જમાનામાં રાજાના દિવાન પદે તો નાગરો જ રહેતા.

આ સુવર્ણસમા શ્રી હાટકેશ્વરની માનસ પૂજા થાય છે. જો કે હિન્દુ શાસ્ત્ર મુજબ માનવીને ઇશ્વરની પૂજા અર્થે એક આકારની જરૃર હોવાથી એક લિંગરૃપ શિવને આપવામાં આવ્યું. જેમાં બ્રહ્મા- વિષ્ણુ અને મહેશનો નિવાસ છે તો તેનું થામું પ્રજોપત્યિ’નું પ્રતીક છે. આ નિર્ગુણ- નિરાકાર શિવની માનસ પૂજા અર્થે આદિ શંકરાચાર્યજીએ નિર્વાણષટકમ્’ ની રચના કરેલી તો આજ રીતે શ્રી હાટકેશ્વરની માનસ પૂજા અર્થે ‘ શ્રી હાટકેશ્વરાષ્ટકમની રચના કરવામાં આવી છે તો અમે પણ આ સંબંધિ ‘માનસ પૂજા’ રચી છે. જેમ કે ‘ મારા ઉપરના ઉંડાણેથી ઉભરી આવે, મોક્ષદાતા મણિરત્ન હાટકેશ દાદા…’

આ શ્રી હાટકેશ્વરનું પ્રાગટય જે વડનગરમાં થયેલું અને ત્યાંથી નાગરજ્ઞાાતિ જનોની ઉત્પતિ થઈ તે વિશેની કથા ટૂંકમાં જોઈશું. પદ્મ પુરાણના ‘નાગરખંડ’માં નાગરો વિશેની આ કથા વર્ણવામાં આવી છે. આ નાગરજ્ઞાાતિનું ૬૪ ઋષિમુનિઓ અને ઋષિ-પત્નીઓ દ્વારા ૬૪ ગોત્ર રચાયાં ત્યાર પછી અસ્તિત્વ આવ્યું.

આ પણ વાંચોઃ Rickshaw drivers will strike: CNGના ભાવમાં સતત વધારો થતા રીક્ષા ચાલક એકતા યુનિયન અને AAP ઓટો સંગઠને કરી આ માંગ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Alia and ranbir wedding:પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે કરી લીધા લગ્ન- જુઓ લગ્નની તસ્વીર

Gujarati banner 01