Alia and ranbir wedding 1

Alia and ranbir wedding:પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે કરી લીધા લગ્ન- જુઓ લગ્નની તસ્વીર

Alia and ranbir wedding: રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા

મુંબઇ, 14 એપ્રિલઃ Alia and ranbir wedding: પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે એટલે કે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. આ લગ્નમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા. લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા.

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે આલિયા ઘણી જ સુંદર લાગતી હતી. આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

લગ્ન બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે વાસ્તુ અપાર્ટમેન્ટના ટેરેસ પર ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટ કરાવતા સમયે રણબીરે આલિયાના ગાલ પર કિસ કરી હતી.

આ પણ વાંચોઃ Statement on Gujarat Education:દિલ્હીના શિક્ષણમંત્રીએ કહ્યું- ભાજપને સરકારી શાળાઓ સુધારવામાં રસ નથી, જનતા માટે AAP સારો વિકલ્પ

આ પણ વાંચોઃ Alia and ranbir wedding: આલિયા બની મિસિસ કપૂર, લગ્ન પૂર્ણ થતા જ મીઠાઇની કરી વહેંચણી- જુઓ વીડિયો

Gujarati banner 01