Banner Rashmika chaudhari image 600x337 1

Intuition: મનમાં રહેલા વિચારોની વાત એટલે અંતરમનની વાત

!!અંતરમન!!(Intuition)

આપણા અંતરમનમાં (Intuition) ઘણું બધું ચાલતું હોય છે.જેને આપણે ઘણા બધાથી  છુપાવીને રાખીએ છે.કેટલી વાર એવું થાય છે કે આપણા મનમાં કોઈ પ્રત્યે લાગણી ,ક્રોધ ,આક્રોશ ,નફરતને  ક્યારેક ક્યારેક દબાવીને રાખીએ છે.આપણે આપણી  વાત ક્યારે ક્યારે વ્યક્ત નથી કરતા, કેટલીક વાર એના કારણો આપણે જાણતા હોઈએ છે તો કેટલી વાર એના કારણોથી આપણે અજાણ હોઈએ છીએ .મનમાં ચાલી રહેલા વિચારોનું  તોફાન ક્યારેક-ક્યારેક પરિણામ સારું પણ લાવે છે તો ક્યારેક એનું પરિણામ ખૂબ જ પીડાદાયક હોય છે.

મનમાં દબાવી રાખેલી વાત એ વ્યક્તિને જ હેરાન કરતી હોય છે, પરેશાન કરતી હોય છે.એ વ્યક્તિ સતત એવા પ્રશ્નનો જવાબ શોધતી  હોય છે જે અેની પાસે નથી .ચિંતામા ઘેરાયલો માનવી પોતાના અંતરમનને સતત સવાલ પૂછ્યા કરે છે કે મારી સાથે જ કેમ આવું ? પણ આ સવાલનો જવાબ એને મળતો નથી . મનુષ્યના અંતરમનમાં જે ચાલે છે એને એ વ્યક્ત કરવું જોઈએ .જો વ્યક્ત કરશો તો જ તમને તમારા સવાલોના જવાબ મળશે ,તમારી સમસ્યાનું સમાધાન થશે ,તમારા મનમાં જે તોફાનો ચાલી રહ્યા છે એ શાંત થશે.

ક્યારેક ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ પોતાની અંતરમનની (Intuition) વાતો ક્યારે કોઈને કહી શકતી નથી એટલે એ ડાયરીનો પણ  ઉપયોગ કરતી હોય છે .તમે પોતાના અંદર જેટલુ કોઈ વ્યક્તિ માટે ક્રોધ ,આક્રોશ ,લાગણી ,કોઇ વાત માટે મન દુઃખ છુપાવીને રાખશો એ એટલા જ બમણા વેગે ક્યારેકને ક્યારેક બહાર આવશે  તો બની શકે છે કે ક્યારેક પરિણામ ખૂબ જ પીડાદાયક અને દુઃખદ આવે .આપણું મન ખૂબ જ ચંચળ હોય છે .

દરેક વ્યક્તિ લાગણી માટે તરસતી હોય છે મનમાં છુપાવીને જો તમે રાખો તો એ વાત જરૂર તમને પરેશાન કરશે પણ જો એક વાર કહી દો તો બની શકે તમે જે ધાર્યું હોય એ પરિણામ ન પણ આવે ,પણ  તમારા મનને એક ચેન મળી જશે.પોતાના અંતરમનની વાતોને વ્યક્ત કરતા શીખો તમને પોતાને એક ખુશી મળશે.તમારો મન પ્રફુલ્લિત રહેશે .

આ પણ વાંચો..About shammi kapoor: જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે…

Gujarati banner 01