Holika Dahan 2024 Muhurat

Holika Dahan 2024 Muhurat: ક્યારે કરવામાં આવશે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ

Holika Dahan 2024 Muhurat: હોળીનો તહેવાર ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે.

whatsapp banner

ધર્મ ડેસ્ક, 24 માર્ચઃ Holika Dahan 2024 Muhurat : આજે 24 માર્ચના રોજ હોળીનો તહેવરા ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર ફાલ્ગુન શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હોલિકા દહન કરવામાં આવે છે. હોલિકા દહન પૂજા માટે પ્રદોષ કાળ સૌથી શુભ સમય માનવામાં આવે છે. બીજા દિવસે એટલે કે ચૈત્ર કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ રંગવાલી હોળી એટલે કે ધૂળેટી રમવામાં આવશે. ત્યારે જાણો હોલિકા દહનના શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ વિશે.

હોલિકા દહન શુભ મુહૂર્ત

હોલિકા દહનનું શુભ મુહૂર્ત 24 માર્ચના રોજ રાત્રે 11:13 PM થી 12:27 AM સુધીનો રહેશે. આ મુહૂર્તનો કુલ સમયગાળો 01 કલાક 14 મિનિટનો છે.

આ પણ વાંચોઃ Amul launch fresh milk products in US: અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી, આ સાથે અમૂલે રચ્યો ઇતિહાસ- વાંચો વિગત

હોલિકા દહન 2024 ભદ્રા

હોલિકા દહનના દિવસે ભદ્રકાળ ભદ્રા પૂછ સાંજે 6:33 થી 7:53 સુધી અને ભદ્રા મુખ સાંજે 7:53 થી 10:06 સુધી રહેશે.

700 વર્ષ પછી 9 શુભ યોગમાં હોલિકા દહન

24 માર્ચ 2024ના રોજ હોલિકા દહન પર 700 વર્ષ પછી 9 દુર્લભ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ દિવસે લક્ષ્મી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, પર્વત યોગ, ઉભયચારી, સરલ, વરિષ્ઠ, શશ મહાપુરુષ યોગ અને અમલ યોગ બની રહ્યા છે.

હોલિકા દહન 2024 શુભ યોગ

હોલિકા દહન 24 માર્ચના રોજ શુભ યોગોની વચ્ચે સવારે 6:20 થી 11:21 સુધી રવિ યોગ રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7:40 થી 12:35 સુધી રહેશે. આ જ દિવસે રાત્રે 8:34 વાગ્યાથી વૃધ્ધિ યોગ શરૂ થશે, જે આગલી રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Gamer desai Death: સુરતના ભાજપના કોર્પોરેટરનું ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી નિધન- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો