News Flash 05

Gamer desai Death: સુરતના ભાજપના કોર્પોરેટરનું ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી નિધન- વાંચો વિગત

Gamer desai Death: સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક આવ્યો, તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

whatsapp banner

સુરત, 23 માર્ચઃ Gamer desai Death: સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગેમર દેસાઈ વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર હતા.

આ પણ વાંચોઃ Holi Upay: આર્થિક સમસ્યા રહેતી હોય તો હોળી પ્રગટાવતી વખતે કરો આ ઉપાય, થશે ધન લાભ

ગેમર દેસાઈ પોતાના ઘરે હતા, ત્યારે જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવાર તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ડોક્ટરો તેમેન બચાવી શક્યા ન હતા. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ગેમર દેસાઈના મોતના ખબર આવતા જ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Gangster Prasad Pujari brought: 20 વર્ષથી ફરાર એક ગેંગસ્ટરને ભારત લાવવામાં સફળતા મળી, અગાઉ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઇ હતી- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો