Amul launch fresh milk products in US

Amul launch fresh milk products in US: અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી, આ સાથે અમૂલે રચ્યો ઇતિહાસ- વાંચો વિગત

Amul launch fresh milk products in US: ભારતમાં રોજ લાખો લીટર તાજા દૂધને સપ્લાય  કરનાર અમૂલ બ્રાન્ડ હવે અમેરિકામાં પણ પોતાનો જલવો દેખાડશે.

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 23 માર્ચઃ Amul launch fresh milk products in US: ગુજરાતની વિખ્યાત બ્રાન્ડ અમૂલનું દૂધ અમેરિકામાં પણ લોકો મજા લઈને પીશે. આ સાથે જ અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નવો ઈતિહાસ પણ રચી નાખ્યો છે. અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી છે. ભારતમાં રોજ લાખો લીટર તાજા દૂધને સપ્લાય  કરનાર અમૂલ બ્રાન્ડ હવે અમેરિકામાં પણ પોતાનો જલવો દેખાડશે. અમૂલ બ્રાન્ડ અહીં ફ્રેશ મિલ્ક સેગમેન્ટમાં કામ કરશે. 

આ પણ વાંચોઃ Gamer desai Death: સુરતના ભાજપના કોર્પોરેટરનું ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી નિધન- વાંચો વિગત

અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ અમેરિકાની 108 વરષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન’ સાથે ડીલ કરી છે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડાઈરેક્ટર જયેન મહેતાએ કો ઓપરેટિવની એન્યૂઅલ મિટીંગમાં જાહેરાત કરી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમૂલ બ્રાન્ડની ફ્રેશ મિલ્કની રેન્જને ભારત બહાર અમેરિકા જેવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.

અમૂલ મિલ્કને અમેરિકામાં એક ગેલન (3.8 લીટર) અને અડધા  ગેલન (1.9 લીટર)ના પેકમાં વેચશે. અમેરિકામાં 6%ફેટવાળું  અમૂલ ગોલ્ડ બ્રાન્ડ, 4.5% ફેટવાળું અમૂલ શક્તિ બ્રાન્ડ, 3% ફેટવાળું અમૂલ તાજા અને 2% ફેટવાળું અમૂલ સ્લિમ બ્રાન્ડ જ સેલ કરવામાં આવશે

આ પણ વાંચોઃ Holi Upay: આર્થિક સમસ્યા રહેતી હોય તો હોળી પ્રગટાવતી વખતે કરો આ ઉપાય, થશે ધન લાભ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો