World TB Day 2024

World TB Day 2024 : આજે વિશ્વ ટીબી દિવસ, જાણો ટીબીની ખાસી અને લક્ષણો

World TB Day 2024 : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના કહેવા મુજબ દર વર્ષે લગભગ 10 કરોડ લોકો ટીબીની ઝપેટમાં આવે છે

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 24 માર્ચઃ World TB Day 2024 : ટ્યુબરક્યુલોસિસ (Tuberculosis) અથવા ટીબી એ ગંભીર ચેપી રોગ છે, જે સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. ટીબીનો ઈલાજ શક્ય છે અને તેને અટકાવી શકાય તેવું છે, આ બીમારી એક ગંભીર આરોગ્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ જો તેની સમયસર સારવાર લેવામાં આવે તો વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના કહેવા મુજબ દર વર્ષે લગભગ 10 કરોડ લોકો ટીબીની ઝપેટમાં આવે છે. આટલું જ નહીં દર વર્ષે 15 લાખ લોકો ટીબીની યોગ્ય સમયે સારવાર ન લેવાના કારણે જીવ ગુમાવે છે.

સામાન્ય ખાંસીમાં ટીબી કેવી રીતે ઓળખી શકાય તેના વિશે ડૉ કહે છે કે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની ખાંસીને સામાન્ય ખાંસીને અલગ કરવામાં કેટલાક મહત્વના પરિબળો ભૂમિકા ભજવે છે. ટીબીની ખાંસી સામાન્ય રીતે બે અઠવાડિયાથી વધુ સમય સુધી રહે છે, અને તેમાં મોટાભાગે ગળફામાં કફ બહાર આવે છે, જેમાં ક્યારેક- ક્યારેક લોહી પણ આવતું હોય છે.

આ પણ વાંચોઃ Holika Dahan 2024 Muhurat: ક્યારે કરવામાં આવશે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત સમય અને પૂજા વિધિ

ટીબીના અન્ય લક્ષણો

શ્વાસ લેવાની તકલીફ ઉપરાંત ટીબીના અન્ય કેટલાક લક્ષણો જોવા મળે છે.

  1. કોઈ પણ કારણ વગર વજન ઘટવું
  2. ભૂખ ન લાગવી
  3. તાવ આવવો
  4. ખાસ કરીને સાંજે પરસેવો સાથે તાવ આવવો

ટીબીના અન્ય લક્ષણોમાં ખાંસી સાથે આવા લક્ષણો જોવા મળે છે, જેમા વિશેષ રુપે જ્યારે લાંબા સમય સુધી ગળફા સાથે ખાંસી હોય, તો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તરત જ ટીબીની તપાસ કરાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ.

આ પણ વાંચોઃ Amul launch fresh milk products in US: અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી, આ સાથે અમૂલે રચ્યો ઇતિહાસ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો