Nikhil suthar banner

IndianStartup Ecosystem: ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચાલી રહ્યું છે કર્મચારીઓની હાયરિંગ અને ફાયરિંગનું અનરાધાર ચોમાસુ સત્ર

IndianStartup Ecosystem: અત્યાર સુધી માં ઓલા, અનએકેડમી, વેદાંતું તથા વાઈટહેટ જુનિયર જેવા વિવિધ ભારતીય સ્ટાર્ટઅપ્સ માંથી ૬, ૫૦૦ કરતાં વધારે કર્મચારીઓની છટણી કરવામાં આવી

IndianStartup Ecosystem: છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વિવિધ સેક્ટર્સના ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા મોટી સંખ્યામાં છટણીઓ કરાઈ રહી છે અને અંદાજ છે કે આવનારા દિવસોમાં 60,000 કરતાં વધારે કર્મચારીઓની છટની આવા માહોલ માં થઈ શકે. અત્યાર સુધી માં ઓલા, અનએકેડમી, વેદાંતું તથા વાઈટહેટ જુનિયર જેવા વિવિધ ભારતીય સ્ટાર્ટઅપ્સ માંથી ૬, ૫૦૦ કરતાં વધારે કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, ત્યારે આ માહોલ આગામી સમયમાં આ આંકડો વધે તો નવાઈ નહીં.

આ સમગ્ર પરિસ્થિતિ ના કારણે વિવિધ સ્ટાર્ટઅપ્સ માં ઇન્વેસ્ટ કરતાં ઇન્વેસ્ટરો પણ અત્યારે સાવધાનની મુદ્રામાં છે, કારણ કે છેલ્લા અમુક વર્ષોમાં જાણીતા ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા અબજો રૂપિયાના ફંડિંગ્સ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી લાવવામાં આવ્યા હતા. પરંતુ વૈશ્વિક માર્કેટ ની પરિસ્થિતિ બદલાતા અને સ્ટાર્ટઅપ્સ ના અવિચારી કેશ બર્નિંગ ના કારણે હવે ઇન્વેસ્ટર્સ આ સ્ટાર્ટઅપ્સને તેમના નફાની વૃદ્ધિ વધારવા માટે દબાણ કરી રહ્યા છે જેના કારણે બેલેન્સશીટમાં સારો દેખાવ કરવા માટે હાલ સ્ટાર્ટઅપ્સ માટે કર્મચારીઓની છટણી તથા ઓછા સ્ટાફ સાથે વધારે સારા પરફોર્મન્સ નો વિકલ્પ જ દેખાઈ રહ્યો છે.   

IndianStartup Ecosystem

આ પણ વાંચોઃ Congress halla bol rally: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી, કહ્યું, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

Advertisement

એજ્યુટેક ક્ષેત્રે કામ કરી રહેલા સ્ટાર્ટઅપ આંત્રપ્રેન્યોર્સ એ કોરોના ના સમયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ તથા માર્કેટમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ ના વપરાશમાં અચાનક થી થયેલી આ ઐતિહાસિક વૃદ્ધિના કારણે તેઓ એ રોકાણકારો પાસે થી મોટી સંખ્યામાં ફંડ લેવાની શરૂઆત કરી. પરંતુ કોરોના કાળ બાદ તુરંત જ શાળા કોલેજો પૂર્વવત ખુલી જતા, તદુપરાંત વાલીઓ ના મતે, ફરી ઓફલાઈન એજ્યુકેશન જ પહેલાની જેમ એક બહેતર વિકલ્પ સાબિત થવા લાગતા ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મન્સની માંગમાં જબરજસ્ત ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ હતી. અને આ ઉત્તરોત્તર ઘટતા વપરાશના કારણે જ હાલમાં મોટાભાગની એજ્યુકેશન ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સંઘર્ષ નો સામનો કરી રહ્યા છે.           

આ સમગ્ર પરિસ્થિતિને અનુસંધાને એ પણ નોંધનીય છે કે આજે ભારતીય ઇન્ડસ્ટ્રીઝ અને કોર્પોરેટ સેક્ટરમાં મોટી સંખ્યામાં કૌશલ ધરાવતા તથા અનુભવી મેનપાવર ફોર્સ ની તાતી જરૂરિયાત છે. અમુક સેક્ટર્સને બાત કરતા બાકીના ક્ષેત્રો માં હાલ પણ સારા કર્મચારીઓની અછત વર્તાઈ રહી છે, ત્યારે સારી બાબત એ પણ છે કે આ છટણી કરાયેલા કર્મચારીઓને તેમના અનુભવ અને કૌશલ્યના આધાર ઉપર વિવિધ ટેક તથા સર્વિસ સેક્ટરના સ્ટાર્ટઅપ્સ જોબ ઓફર્સ આપી રહ્યા છે. આજે ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જ્યારે પુખ્ત થઈ રહ્યો છે, ત્યારે આ બધી પરિસ્થિતિ ના કારણે નિર્માણ થયેલી સમસ્યાઓ જ ભવિષ્યમાં સોલ્યુશન સ્વરૂપે મળે તેઓ આશાવાદ છે.

આ પણ વાંચોઃ ATS arrests afghani With 4 Kg Heroin Seizes: ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી- વાંચો વિગત

Advertisement
Gujarati banner 01