New CEO Of Starbucks

New CEO Of Starbucks: સ્ટારબક્સના નવા CEOની જાહેરાત, ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન બન્યા સ્ટારબક્સના નવા CEO

New CEO Of Starbucks: સ્ટારબક્સે જણાવ્યુ હતુ કે લાંબા સમયથી પેપ્સિકોના એક્ઝીક્યૂટીવ રહેલા લક્ષ્મણ નરસિમ્હન લંડનથી સિએટોલ આવ્યા પછી 1 ઓક્ટોબર 2022થી સ્ટારબક્સમાં સામેલ થશે

બિઝનેસ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃ New CEO Of Starbucks: ઈન્ટરનેશનલ કંપની સ્ટારબક્સે એક ભારતીયને પોતાના CEO તરીકે સિલેક્ટ કર્યા છે. ગ્લોબલ કોફી ચેઈન સ્ટારબક્સે ગુરુવારે ભારતીય મૂલના લક્ષ્મણ નરસિમ્હનને પોતાના નવા CEOની જાહેરાત કરી હતી.

સ્ટારબક્સે જણાવ્યુ હતુ કે લાંબા સમયથી પેપ્સિકોના એક્ઝીક્યૂટીવ રહેલા લક્ષ્મણ નરસિમ્હન લંડનથી સિએટોલ આવ્યા પછી 1 ઓક્ટોબર 2022થી સ્ટારબક્સમાં સામેલ થશે. કારણ કે સ્ટારબક્સ સિએટલ સ્થિત છે. લક્ષ્મણ નરસિમ્હન 1 એપ્રિલ 2023 સુધી સ્ટારબક્સના ઇંટરીમ CEO હાવર્ડ શુલ્ત્સ સાથે મળીને કામ કરશે. આ પછી તેઓ પોતાનો CEOમો ફૂલ ચાર્જ સંભાળશે. અને કંપનીના બોર્ડમાં પણ સામેલ થશે.

લક્ષ્મણ નરસિમ્હન કંપનીને લીડ કરવામાં બેસ્ટ
હાવર્ડ શુલ્ત્સે કહ્યુ હતુ કે લક્ષ્મણ નરસિમ્હન કંપનીને લીડ કરવા માટે બેસ્ટ છે. નરસિમ્હનનો એક મૈચ્યોર અને ઈમરજીંગ માર્કેટ બન્નેમાં ગ્રોથનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે. જેમ મને તેમની મળવાનો મોકો મળ્યો, તેવું હું તરત જ જાણી ગયો હતો કે તેઓ હ્યુમેનિટીમાં ઇન્વેસ્ટ કરવામાં અમારા જુનુન, પાર્ટનર્સ, કસ્ટમર્સ અને કોમ્યુનિટીને આગળ લઈ જશે.

આ પણ વાંચોઃ Congress halla bol rally: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી, કહ્યું, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

શુલ્ત્સ લાંબા સમય સુધી સ્ટારબક્સના CEO રહી ચૂક્યા છે. તેમણે 1987માં સ્ટારબક્સને ખરીદી લીધુ હતુ અને તેને આગલ ધપાવ્યુ હતુ. ત્યારે બવે શુલ્ત્સ પછી નરસિમ્હન CEO તરીકે પદ સંભાળશે.

પેપ્સિકો-રેકિટ અને મૈકિન્સમાં હતા લક્ષ્મણ નરસિમ્હન
55 વર્ષના લક્ષ્મણ નરસિમ્હન UK બેસ્ડ કંપની રેકિટના CEO હતા. રેકિટે ગુરુવારે લક્ષ્મણ નરસિમ્હનના અચાનક કંપની છોડવાની વાત કરી હતી. આ જાહેરાત કર્યા પછી રેકિટના શેરમાં 5% સુધી ઘટાડો થયો હતો. આ પહેલા તેઓ પેપ્સિકોના પણ CEO હતા. આ ઉપરાંત તેઓ કંસ્લટિંગ ફર્મ મૈકિન્સે એન્ડ કંપનીમાં સીનિયર પાર્ટનર હતા.

પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી કર્યુ છે માસ્ટર્સ
લક્ષ્મણ નરસિમ્હને ભારતમાં પૂને યુનિવર્સિટીમાંથી મિકેનીકલ ઇન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે. આ પછી તેઓએ પન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર પૂરુ કર્યુ છે.

આ પણ વાંચોઃ IndianStartup Ecosystem: ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચાલી રહ્યું છે કર્મચારીઓની હાયરિંગ અને ફાયરિંગનું અનરાધાર ચોમાસુ સત્ર

Gujarati banner 01