Banner naman

Naman Munshi: ગુજરાતના પ્રથમ ભારતમાતા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નીતિન પટેલે ખોટું શું કહ્યું ?- વાંચો સંપૂર્ણ અહેવાલ

Naman Munshi: “મારા શબ્દો લખીને રાખજો…:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે”. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Naman Munshi: ગાંધીનગરમાં ગુજરાતના પ્રથમ ભારતમાતા મંદિરમાં ભારતમાતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ અત્યારે દેશભરમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના ગુજરાતી નેતા આવા સ્પષ્ટ નિવેદનો આપવાથી બચતા રહ્યા છે પરંતુ જે સ્પષ્ટ શબ્દોમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “દેશમાં જે દિવસે હિન્દુઓ લઘુમતીમાં આવી જશે તે પછી કશું જ બાકી નહીં રહે. હિન્દુઓની સંખ્યા ઘટી તે જ દિવસથી કોર્ટ કચેરી નહીં રહે, કાયદો નહીં રહે, લોકશાહી નહીં રહે, બંધારણ નહીં રહે અને બધું જ હવામાં ઊડી જશે, દફનાવી દેવામાં આવશે” તેની નોંધ નેશનલ ન્યુઝ ચેનલોએ પણ લીધી છે.

ભાગ્યે જ કોઈ અખબાર કે ન્યુઝ ચેનલોએ નીતિન પટેલના નિવેદનને ‘નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન’ “નથી” કહ્યું. આ આપણા મીડિયાની માનસિકતા છે ભાજપના કોઈપણ નેતાના નિવેદનો વિવાદાસ્પદ જ હોય, ઓવેસી જેવાના તાલિબાન સમર્થન નિવેદનો પણ દુધે ધોયેલા હોય છે.

nitin patel 1

ખેર, મુદ્દો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખોટું કહ્યું કે સાચું ? આખા વિશ્વ પટલના શાસકો પર દ્રષ્ટિપાત કરતા એક વાત તો એકદમ સ્પષ્ટ છે કે નીતિન પટેલની વાતમાં તથ્ય છે જ. અફઘાનિસ્તાનમાં કટ્ટર આતંકીઓ શાસન સંભાળ્યા પછી હિન્દૂ, શીખ કે અન્ય લઘુમતીઓ પ્રત્યે સદ્દભાવપૂર્વક વર્તાશે એવી કલ્પના કરવી એ નરી મુર્ખામી છે. કેમ કે આ સંગઠનના દરેકે દરેક સભ્યોની માનસિકતા વિકૃત જ રહેવાની અને સત્તા મેળવ્યા પછી આતંકીઓ આતંક ન ફેલાવે તો તેમનો આતંકી ધર્મ અને કર્મ બંને લજવાય.

પાકિસ્તાનનો જ દાખલો જુઓ, કહેવાતું લોકશાહી રાષ્ટ્ર પાકિસ્તાનમાં આડેધડ હિન્દૂ મંદિરોને ટાર્ગેટ બનાવાય છે જ. હજી હમણાં જ જન્માષ્ટમીના પવિત્ર દિવસે કૃષ્ણની જ મૂર્તિ ખંડિત કરવામાં આવી. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ, શીખ કે ખ્રિસ્તી છોકરીઓને ઉઠાવી જબરદસ્તી મુસ્લિમ સાથે પરણાવી દેવાની ઘટના વારંવાર નોંધાતી જ રહે છે અને શાસકો કાર્યવાહીના નામે ફક્ત નૌટંકી કરે છે. ૫૬ થી વધુ મુસ્લિમ દેશોમાંથી માંડ પાંચેક દેશોમાં હિંદુઓ, હિન્દૂ વારસાનું સન્માન થાય છે.

આ પણ વાંચોઃ Comedian siddharth: ધ કપિલ શર્મા શોમાં જોવા મળતો આ કોમેડિયન એક્ટર ડ્રગ્સના રવાડે ચડતા, રિહેબિલિટેશન સેન્ટરમાં એડમિટ- વાંચો વિગત

નીતિનભાઈના નિવેદનને સચોટ સાબિત તો વિશ્વના ખુદ મુસ્લિમ સમુદાય કરે છે, કેટલાક અપવાદોને બાદ કરતા ભારત સહીત વિશ્વના મોટાભાગના મુસ્લિમોએ પીડિત અફઘાની મુસલમાનો માટે અવાજ ઉઠાવવાને બદલે, તાલિબાનની ટીકા કરવાને બદલે આતંકી રાજની પ્રશંસા, સરાહના તેમજ સમર્થન કરવાનું વલણ અપનાવ્યું છે. ફક્ત ભારત જ નહિ, જ્યાં પણ ખ્રિસ્તી, હિન્દૂ કે અન્ય ધર્મીઓ લઘુમતીમાં આવ્યા છે ત્યાં કોર્ટ કચેરી, કાયદો, લોકશાહી, બંધારણ બધું જ દફનાવી દેવામાં આવે છે. અમેરિકા, બ્રિટન કે યુરોપના દેશોએ પણ આ ચિંતા કરવી જ રહી.

બિનસાંપ્રદાયિકતાની ડાહી ડાહી વાતો અને તેનો અમલ, બંને જુદી વાત છે. અત્યારે તો અફઘાનિસ્તાનમાં ઉદારતા સામે કટ્ટરતા અટ્ટહાસ્ય કરી રહી છે, આ અટ્ટહાસ્ય વિશ્વને કટાક્ષ પણ કરે છે, પડકારે પણ છે. યાદ રહે કટ્ટર શાસનમાં દરેક નાગરિક ભોગવે છે પછી તે કોઈપણ ધર્મનો કે જાતિનો હોય. દરેક વ્યક્તિએ ઉદારતા જાળવવી જોઈએ એ જ સુખી, સમૃદ્ધ, ઉન્નત રાજ્ય અને રાષ્ટ્રનો પાયો છે. જો રાજ્ય અને દેશ સુખી અને સમૃદ્ધ હશે તો પ્રજા એટલે કે આપણે પણ સુખેથી રહી શકીશું.

નોંધઃ ઉપરોક્ત આર્ટિકલમાં લેખકે(Naman Munshi) પોતાના વિચારોને રજૂ કર્યા છે.

Whatsapp Join Banner Guj