Nikhil suthar banner

New generation startups: ખરા અર્થ માં લોકલ થી ગ્લોબલ જઈ રહ્યા છે, ભારત ની નવી પેઢી ના સ્ટાર્ટઅપ્સ

New generation startups: 2000 ના દાયકાના અંતમાં કેટલાક સફળ સ્ટાર્ટઅપ્સ બહાર નીકળ્યા, અને છેલ્લા દસ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો અને તમામ આયામો માં વધુ સર્વાંગી સમર્થન ઉપલબ્ધ બન્યું.

New generation startups: વિશ્વના અન્ય ભાગોની જેમ ભારતમાં પણ સ્ટાર્ટઅપ્સ પર તાજેતરના અમુક વર્ષો માં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ્સ ની સંખ્યા માં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને તેઓ હવે આર્થિક વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ એન્જિન તરીકે ખુબ જ અગત્ય નો ભાગ ભજવી રહ્યા છે. ઇનોવેશન અને સ્કેલેબલ ટેક્નોલોજી ના જરૂરી ઉપયોગ દ્વારા સ્ટાર્ટઅપ્સ પ્રભાવશાળી સમાધાનો વિકસિત કરી શકે છે, અને આ જ ઇનોવેટિવ સમાધાનો સામાજિક-આર્થિક વિકાસ અને પરિવર્તન માટે ના વાહન તરીકે કાર્ય કરે છે.

ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છેલ્લા બે દાયકામાં ગતિશીલ રીતે વિકસિત થઈ છે. કેટલાક સ્ટાર્ટઅપ્સની સ્થાપના 2000 ના દાયકામાં કરવામાં આવી હતી, પરંતુ ઇકોસિસ્ટમ ત્યારે પણ અપરિપક્વ હતી. કારણ કે માત્ર થોડા રોકાણકારો સક્રિય હતા અને સપોર્ટ આપવા માટે ઇન્ક્યુબેટર્સ અને એક્સિલરેટર્સ જેવી સહાયક સંસ્થાઓની સંખ્યા મર્યાદિત હતી. 2000 ના દાયકાના અંતમાં કેટલાક સફળ સ્ટાર્ટઅપ્સ બહાર નીકળ્યા, અને છેલ્લા દસ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો અને તમામ આયામો માં વધુ સર્વાંગી સમર્થન ઉપલબ્ધ બન્યું.

India's 'Unicorn' producing gathers pace, 8 new startups join club in 2018  | Business Standard News

16મી જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ ની શરૂઆત થઈ હતી. ત્યારથી, ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ વિસ્તૃત થઇ ને દેશ ના તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો ના 633 જિલ્લાઓ માં 60,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે વિશ્વ ની 3જી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગઈ છે. આજે દેશ માં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં સ્ટાર્ટઅપ્સ ને સપોર્ટ કરવા અને ઇનોવેશન ના ક્લચર ને પ્રોત્સાહિત કરવા માટે તેઓની સ્ટાર્ટઅપ પોલિસીઝ / નીતિઓ જાહેર કરેલી છે. 

કોવિડ-19 ની મહામારી એ 21મી સદીની એક અકલ્પનિય ઘટના હતી, પરંતુ ભારતના યુવા ઉદ્યોગસાહસિકો એ તેમના વ્યવસાયો ની પુનઃકલ્પના કરીને, તથા પ્રતિકૂળતા નો સામનો કરીને આત્મનિર્ભર ભારતની સાચી ભાવના ને મૂર્ત સ્વરૂપ આપીને, રોગચાળા નો પ્રતિસાદ આપ્યો. ખરેખર ભારત ને આત્મનિર્ભર બનાવવા માટે આ કપરા સમયનો યોગ્ય ઉપયોગ સ્ટાર્ટઅપ્સ દ્વારા કરી ને ભારતીય અર્થતંત્રના પુનરુત્થાનને સક્ષમ બનાવ્યું છે.

તાજેતર માં જ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીક 2022 કાર્યક્રમ અંતર્ગત સ્ટાર્ટઅપ સાથે ના સંવાદ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ અંગે કહ્યું હતું કે, “આજે ભારત યુનિકોર્નની સદી ફટકારવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હું માનું છું કે ભારતમાં સ્ટાર્ટ-અપ્સ નો સુવર્ણ યુગ હવે શરૂ થઈ રહ્યો છે. આજે દેશના 625 જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક સ્ટાર્ટ-અપ છે. તેમાંથી અડધા ટીયર 2 અને ટીયર 3 શહેરો માંથી વિકસ્યા છે, જ્યાં ગરીબ અને સામાન્ય પરિવારો ના યુવાનો સ્ટાર્ટ-અપ ને વિકસાવવા માં રોકાયેલા છે. આના પરિણામ સ્વરૂપે લાખો લોકોને રોજગારી મળી રહી છે, જે વૈશ્વિક મહામારી દરમિયાન પણ ભારત માં સ્ટાર્ટ-અપ્સ જે ઝડપે તથા સ્કેલ પર વિકસ્યા તે દર્શાવે છે.” તદુપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ જાહેરાત કરી હતી કે દેશના ખૂણે ખૂણે સ્ટાર્ટઅપ ના ક્લચર ને પ્રોત્સાહન આપવા માટે હવે 16મી જાન્યુઆરી ને રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આ પણ વાંચોઃ woman passenger drive bus: મહિલાએ બચાવ્યા 24 મુસાફરોના જીવ,મુસાફર મહિલાએ સ્ટીયરિંગ સંભાળી બસને ખીણમાં પડતાં બચાવી

Whatsapp Join Banner Guj