Nikhil suthar banner

Startup Ecosystem: ફંડિંગમાં 485%ના ઉછાળા સાથે, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ ઝડપી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા

Startup Ecosystem: સ્ટાર્ટઅપ્સનીસંખ્યાઅનેફંડિંગમાંઅભૂતપૂર્વઉછાળો

Startup Ecosystem: સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે વર્ષ દરમિયાન $42 બિલિયનનું ભંડોળ એકત્ર કરીને અને આ પ્રક્રિયા માં 42 યુનિકોર્ન બનાવી ને તેની મક્કમતા રજુ કરી હતી, જ્યારે કે આપણે જાણીયે છીએ કે 2021 એ કોવિડ-19 રોગચાળાની શરૂઆત પછીનું વર્ષ હતું.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ(Startup Ecosystem) માટે, 2022 નું વર્ષ કોઈ ગ્રેજ્યુએશન પરીક્ષાથી ઓછું નથી. આંકડાઓ મુજબ, વર્ષ 2022 ના પહેલા ત્રિમાસિક ગાળા માં 506 ફંડિંગ સોદાઓ માં ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા $11.8 બિલિયન થી વધુ રાશિ એકત્ર કરવામાં આવી છે. સરવાળે, વર્ષ 2021 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ 2022 ના પ્રથમ ત્રણ મહિનામાં, ભંડોળ લગભગ 186% વધ્યું છે અને સોદાની સંખ્યામાં વધારો થયો છે. 64% ના ઉછાળા સાથે અભૂતપૂર્વ વૃદ્ધિ.

બેંગલુરુ, દિલ્હી NCR અને મુંબઈ જેવા ટોચના હબના વર્ચસ્વ ને મહદઅંશે તોડીને, નાના સ્ટાર્ટઅપ હબ (જેમ કે પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ અને અમદાવાદ) ત્રિમાસિક ગાળા દરમિયાન ઇકોસિસ્ટમના મુખ્ય બદલાવકાર તરીકે ઉભરી આવ્યા હતા.

તેઓ પ્રથમ ત્રિમાસિક ગાળા CY22 માં કુલ ભંડોળના 78% ના ફંડિંગ (લગભગ $9.1 Bn) માટે જવાબદાર હતા, જ્યારે ટોચના ત્રણ ભારતીય સ્ટાર્ટઅપ હબ – બેંગલુરુ, દિલ્હી NCR અને મુંબઈ – થમ ત્રિમાસિક ગાળા CY21 માં 90% થી વધુ ભંડોળનું પ્રબંધન કર્યું હતું. 163 સોદાઓમાં $5.7 બિલિયનથી વધુ એકત્ર કરવામાં આવતાં જ, બેંગલુરુ ઈકોસીસ્ટમ એ ભારતની વૃદ્ધિ પામતી સિલિકોન વેલી તરીકે ના તાજને ફરીથી સંભાળ્યો. જ્યારે મુંબઈમાં સ્ટાર્ટઅપ્સે 77 સોદા કર્યા હતા, જે તેમની આંકડાકીય સંખ્યા $1.4 બિલિયન પર લઈ ગયા હતા, જ્યારે દિલ્હી NCR ઈકોસીસ્ટમ એ 123 સોદામાં $1.9 બિલિયનનું ભંડોળ મેળવીને બીજા સ્થાને રહ્યું હતું.

આ પણ વાંચોઃ Indian table tennis player death: 18 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ- વાંચો વિગત

જો કે, ફંડિંગ ડિલ્સ ની ગણતરીઓ અને ભંડોળની રકમમાં વધારા ની દ્રષ્ટિ એ, હૈદરાબાદ અને પૂણે ઈકોસીસ્ટમ એ અનુક્રમે વાર્ષિક ધોરણે 329% અને 653% (YoY) સાથે ઇકોસિસ્ટમ ને ખુબ જ આશ્ચર્યચકિત કર્યું.

ફાયનાન્સિયલ વર્ષ 2021 – CY21 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળા માં પુણે સ્થિત સ્ટાર્ટઅપ્સ દ્વારા કુલ 10 સોદાઓ માં $90 Mn થી લઈને અન્ય કુલ છ સોદામાં આશરે $788.7 મિલિયન એકત્ર કર્યા હતા. Xpressbees’ અને ElasticRun ના $300-Mn રાઉન્ડ દ્વારા, આ રાશિ માં વૃદ્ધિ થઇ હતી. દેશ માં હવે લગભગ એક સદી કરવા સુધી પહોંચી ગયેલા યુનિકોર્ન ક્લબમાં પુણે શહેરના ઈકોસીસ્ટમ ના યોગદાનને છ સુધી લઈ જતાં, આ બંને શહેરો એ $1 Bn ના વેલ્યુએશન બેન્ચમાર્ક ને પણ વટાવી દીધું છે.

CY22 માં પુણે સ્થિત FirstCry હવે IPO માટે જવાની તૈયારીમાં છે, અને એપ્રિલ 2022 માં, તે તેનો ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ પણ ફાઇલ કરી દેશે. પૂણેથી, સ્ટાર્ટઅપ્સની સરેરાશ ફંડિંગ ટિકિટ સાઈઝ $98.6 Mn હતી, જ્યારે RocketAI નો $1.2 Mn નો સીડ રાઉન્ડ સૌથી ઓછું ટિકિટ સાઈઝ નો રહ્યો હતો.

હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ્સની સરેરાશ ટિકિટના સાઈઝ ને $12.68 Mn પર લઈ જઈને, 30 રાઉન્ડ માંથી, 10 સોદા $1 Mn થી $10 Mn સુધીના હતા અને અન્ય  સાત સોદાઓ $1 Mn કરતા ઓછા રહ્યા હતા. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ટોચના ત્રણ શહેરોમાં સૌથી વધુ કેન્દ્રિત છે – બેંગલુરુ, દિલ્હી એનસીઆર અને મુંબઈ –  જે સરેરાશ 127% વાર્ષિક ધોરણે વધી રહ્યા છે, જ્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટિયર 2 અને 3 શહેરોમાં લાવવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા છે, અને હજી વધુ આક્રમક પ્રયાસો આવનારા દિવસો માં જોવા મળશે.

આ પણ વાંચોઃ Open Letter to Naresh Patel: નરેશ પટેલને ખુલ્લો પત્ર

Gujarati banner 01