vedaant wins gold medal

Vedaant wins gold medal: આર માધવનના દિકરા વેદાંતે સિલ્વર બાદ ગોલ્ડ મેડલ જીત્યુ, એક્ટર સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

vedaant wins gold medal: વંદાંતે 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીત્યો અને માત્ર 155786માં આ જીત મેળવી છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 18 એપ્રિલઃ vedaant wins gold medal: બોલિવુડ અભિનેતા આર માધવનનો પુત્ર વેદાંત માધવને ડેનિશ ઓપન 2022માં રજત પદક જીત્યા બાદ ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ અગાઉ વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે વંદાંતે 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીત્યો અને માત્ર 155786માં આ જીત મેળવી હતી. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને ડેનિશ ઓપનમાં સુવર્ણ પદક જીતવા પર વેદાંતને અભિનંદન આપ્યા હતા.

આર માધવને પણ ટ્વીટ કરીને પુત્રના જીતની ખુશી વ્યક્ત કરી છે. તેઓ પોતાના પુત્રના આ પરાક્રમ પર ગર્વ અનુભવી રહ્યા છે. આર માધવને ટ્વીટ કરીને લખ્યું છે- અને આજે પણ જીતનો સિલસિલો ચાલું જ છે. વેદાંત માધવન ડેનમાર્ક ઓપનમાં સુવર્ણ પદક જીત્યો. પ્રદીપ સર (કોચ) સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, તમારા સૌના નિંરતર આશીર્વાદ માટે આભાર.

આર માધવને પોતાના પુત્રની તસવીર પણ શેર કરી છે જેમાં તેમને મેડલ પ્રદાન કરવામાં આવ્યો છે અને તે પોતાના સહ પ્રતિભાગીઓ સાથે નજર આવી રહ્યો છે. પોતાના ટ્વીટર હેન્ડલ પર પુત્રની તસવીર શેર કરતા લખ્યું કે, અભિનંદન. આ ભારત માટે ગોલ્ડ છે. 

આર માધવનની પોસ્ટ પર યુઝર્સ વેદાંત માધવનને ગોલ્ડ જીતવા બદલ અભિનંદન આપી રહ્યા છે. જેવા પિતા તેવો પુત્ર. અમને બધાને તમારા પર ગર્વ છે વીરા રાઘવન. એક બીજા યુઝરે માધવનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે,  અભિનંદન વેદાંત.. ઓલિમ્પિક માટે શુભેચ્છાઓ.. સખત મહેનત હંમેશા ફળ આપે છે… અને ખુશી છે કે, તમે તમારી છાપ બનાવી રહ્યા છો. બીજી તરફ આર માધવનની પોસ્ટ પર કોમેન્ટ કરીને તમામ સેલેબ્સ પણ વેદાંતને જીત માટે અભિનંદન આપ્યા અને ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Startup Ecosystem: ફંડિંગમાં 485%ના ઉછાળા સાથે, હૈદરાબાદ, પુણે, ચેન્નાઈ ઝડપી વૃદ્ધિ પામતા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યા

આ પણ વાંચોઃ Indian table tennis player death: 18 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ- વાંચો વિગત

Gujarati banner 01