Nikhil suthar banner

Startup india: હવે ખરા અર્થમાં આપણો દેશ બની રહ્યો છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા !

Startup india: ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારત માં લગભગ 45 યુનિકોર્ન છે, જે એક અબજ ડોલરથી વધુના મૂલ્યના સ્ટાર્ટઅપ્સ છે

Startup india: દેશના યુવાનોના સપનાઓને ખરા અર્થમાં સાકાર કરવાની સુવર્ણ તક. ભારતને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૬ મી જાન્યુઆરી 2016 ના રોજ શરૂ કરાયેલા એવા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ ફ્લેગશીપ કાર્યક્રમ દ્વારા યુવાઓમાં એક નવો જ આત્મસંચાર કરવામાં આવ્યો. અને તે દ્વારા જ યુવાઓને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં લઈને નવી પેઢીને જરૂરી એવા ઇનોવેટિવ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપ આઈડિયા ઉપર કામ કરતા ઉદ્યોગ સાહસિકોને દિશા આપવાનું મહત્વપૂર્ણ કામ કરવાની શરૂઆત કરી.

ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ભારત માં લગભગ 45 યુનિકોર્ન છે, જે એક અબજ ડોલરથી વધુના મૂલ્યના સ્ટાર્ટઅપ્સ છે. જો કે, આ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરેલા મોટા ભાગ ના નાણાં ભારતની બહાર થી આવે છે.  હવે મહત્વનું એ છે કે આપણી આર્થિક વૃદ્ધિ એ ઇનોવેશન પ્રેરિત સ્ટાર્ટઅપ દ્વારા ચાલે. કેમ કે આ જ સ્ટાર્ટઅપ કંપનીઓ એકંદરે નોકરીઓ, સમૃદ્ધિ, પ્રોડક્ટિવિટી અને ટેક્સ રેવેન્યૂ ની વૃદ્ધિ કરશે. દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે પોતાના પ્રદેશ ની જરૂરિયાત પ્રમાણે સ્ટાર્ટઅપ ને જરુરી સપોર્ટ આપવા માટે પોલિસીઓ જાહેર કરાઈ ચૂકી છે, અને તે દ્વારા ભારતના ૬૨૩ કરતા વધારે જિલ્લાઓ માં ઓછામાં ઓછા એક કરતા વધારે સ્ટાર્ટઅપ કાર્યરત છે.

Startup india

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતા ને પ્રોત્સાહન આપવા માટે અવિરત પ્રયત્નો થતા રહ્યા છે. ગુજરાત સરકાર ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) અને સ્ટાર્ટઅપ ગુજરાત – નોડલ ઈન્સ્ટીટ્યુશન પોલીસી થી યુવાવર્ગમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાના આ અભિયાનને પ્રોત્સાહન મળ્યું છે. આજે ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રણી રાજ્ય બની ગયું છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કેન્દ્રો ની મદદ થી સ્ટાર્ટઅપ્સ ને જરૂરી માર્ગદર્શન અને સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં પચાસ હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપ ને ભારતભરમાંથી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ તરીકે પ્રમાણિત કરીને જરૂરી તમામ મદદ કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-2021 દરમિયાન ભારતભરમાં આ સ્ટાર્ટઅપ્સ દ્વારા એક લાખ સિત્તેર હજાર થી વધુ નોકરીઓ ની તકો નું સર્જન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Omisure approved by icmr: ઓમિક્રોન ડિટેક્શનની પહેલી કીટ Omisure ને ICMR એ મંજૂરી આપી, ટાટાએ કરી છે તૈયાર – વાંચો વિગત

તદુપરાંત ફૂડ પ્રોસેસિંગ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, આઇટી કંસલટિંગ અને બિઝનેસ સપોર્ટ સર્વિસ સેક્ટર ની કેટેગરીઓ માં મહત્તમ સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે. નોંધનીય છે કે ૪૫% કરતાં વધુ સ્ટાર્ટઅપ ની ટીમનું મહિલા ઉદ્યોગ સાહસિક દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે, જે ભારતભરની મહિલાઓને આ ક્ષેત્ર માં આગળ આવવા માટે પ્રોત્સાહિત કરનારુ બની રહ્યું છે.

Whatsapp Join Banner Guj