omicron positive case

Omisure approved by icmr: ઓમિક્રોન ડિટેક્શનની પહેલી કીટ Omisure ને ICMR એ મંજૂરી આપી, ટાટાએ કરી છે તૈયાર – વાંચો વિગત

Omisure approved by icmr: ICMR એ ઓમિક્રોનની જાણકારી મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે. આનુ નામ Omisure છે

નવી દિલ્હી, 04 જાન્યુઆરી: Omisure approved by icmr: કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાતો જઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે. ICMR એ ઓમિક્રોનની જાણકારી મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. આને ટાટા મેડિકલે તૈયાર કરી છે. આનુ નામ Omisure છે. મળતી જાણકારી અનુસાર, ટાટા મેડિકલ મુંબઈની કિટને મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી, જેની જાણકારી હવે સામે આવી છે.

દેશમાં ઓમિક્રોનની જાણકારી મેળવવા માટે બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કીટની અમેરિકાની Thermo Fisher દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહી છે. આ કિટ એસ-જીન ટારગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટર્જીથી ઓમિક્રોનની જાણ લગાવી છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે તેનુ નામ TATA MD CHECK RT-PCR OmiSure છે.

આ પણ વાંચોઃ Mix match of covishield covaxin: કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ ચાર ગણો વધુ અસરકારક, હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટયૂટનું સંશોધન

દેશમાં ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ

ઓમિક્રોન કોરોનાનુ નવુ વેરિઅન્ટ છે. આને ડેલ્ટા અથવા ડેલ્ટા પ્લસ જેટલુ ઘાતક માનવામાં આવી રહ્યુ નથી પરંતુ આ તેમની સરખામણી ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા વધીને 1,892 થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1,892 દર્દીઓમાંથી 766 દર્દી રિકવર થઈ ગયા છે.

ઓમિક્રોનના કારણે કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37,379 નવા કેસ સામે આવ્યા છે. 11,007 રિકવરી થઈ અને 124 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.

Whatsapp Join Banner Guj