Delhi Weekend Curfew

Delhi Weekend Curfew: દિલ્હીમાં શનિ-રવિ કરફ્યુ, Omicronના કહેર વચ્ચે આ અઠવાડિયાથી લાગૂ થશે કડક નિયમો

Delhi Weekend Curfew:છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ સામે આવ્યા

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ Delhi Weekend Curfew: દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનના મામલા ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં 4000થી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતે પણ કોરોના પોઝીટીવ જોવા મળ્યા છે. આ દરમિયાન દિલ્હીમાં વીકેંડ કરફુયુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વીકેંડ કરફ્યુ આ અઠવાડિયાથી લાગૂ થઈ શકે છે.

દિલ્હીમાં ઝડપથી વધતા કેસને જોતા ડીડીએમએની મંગળવારે બેઠક થઈ છે. આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે ઉઠાવેલા પગલા પર ચર્ચા થઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે દિલ્હીમાં વીકેંડ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ ડીડીએમએ તેને લઈને આદેશ પણ રજુ કરી દેશે. કેટલાક નવા પ્રતિબંધો નુ પણ એલાન કરી શકાય છે. આ ઉપરાંત દિલ્હીમાં નાઈટ કરફ્યુ પહેલાથી જ લાગૂ છે.

આ પણ વાંચોઃ Startup india: હવે ખરા અર્થમાં આપણો દેશ બની રહ્યો છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા !

Whatsapp Join Banner Guj