Central government issued advisory on the tricolor

Central government issued advisory on the tricolor: તિરંગાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી- વાંચો વિગત

Central government issued advisory on the tricolor: ગણતંત્ર દિવસ સમારોહ પહેલા શુક્રવારે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઈઓનું સઘન પાલન કરવા નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ Central government issued advisory on the tricolor: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તિરંગાનું સન્માન સુનિશ્ચિત કરવા માટે એક સલાહ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઈવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ન આવે અને જમીન પર ફેંકવામાં પણ ન આવે. 

ગણતંત્ર દિવસ સમારોહ પહેલા શુક્રવારે જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઈઓનું સઘન પાલન કરવા નિર્દેશ આપ્યો છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે માટે તે સન્માનની સ્થિતિમાં હોવો જોઈએ. રાષ્ટ્રીય ધ્વજ માટે સાર્વભૌમિક સ્નેહ, સન્માન અને નિષ્ઠા છે. 

આ પણ વાંચોઃ Republic Day preparations: રિપબ્લિક ડે પરેડની તૈયારીઓ 24000 લોકોને જ પરેડ જોવા મંજૂરી અપાશે, વિદેશી મહેમાનોને આમંત્રણ નહીં

મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર લાગુ થનારા કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોના સંબંધમાં લોકોની સાથે સાથે સરકારના સંગઠનો-એજન્સીઓમાં જાગૃતિની એક સ્પષ્ટ ઉણપ હંમેશા જોવા મળે છે. 

ભારતીય ધ્વજ સંહિતા પ્રમાણે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર જનતા દ્વારા કાગળમાંથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી શકાય છે. મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર જનતા ફક્ત કાગળના બનેલા ઝંડાનો ઉપયોગ કરી શકે છે. કેન્દ્રએ જણાવ્યું કે, આ પ્રકારના કાગળના ઝંડાઓને આયોજન બાદ જમીન પર કે ક્યાંય ફેંકી ન શકાય. 

કાયદા પ્રમાણે ધ્વજની ગરિમાને અનુરૂપ આ પ્રકારના ઝંડાનું ખાનગી રીતે યોગ્ય કરવું જોઈએ. તમામ સરકારી કાર્યાલયોને આ મામલે જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા કહેવામાં આવ્યું છે. 

Whatsapp Join Banner Guj