Republic Day preparations

Republic Day preparations: રિપબ્લિક ડે પરેડની તૈયારીઓ 24000 લોકોને જ પરેડ જોવા મંજૂરી અપાશે, વિદેશી મહેમાનોને આમંત્રણ નહીં

Republic Day preparations: આ વર્ષે મધ્ય એશિયાના પાંચ દેશોના વડાઓને આમંત્રિત કરવાની યોજના હતી

નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ Republic Day preparations: કોરોના સંક્રમણ વચ્ચે 26 જાન્યુઆરીએ યોજાનારી રિપબ્લિક ડે પરેડ માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે.આ વખતે પરેડમાં 24000 લોકોને સામેલ થવા માટે મંજૂરી આપવામાં આવશે તેવો અહેવાલ એક ન્યૂઝ એજન્સીએ પ્રસિધ્ધ કર્યો છે.અહેવાલ પ્રમાણે ગયા વર્ષે પણ 25000 લોકોને જ તેમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.

પરંપરા પ્રમાણે પરેડ જોવા વિદેશી મહાનુભાવને આમંત્રિત કરાતા હોય છે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ વિદેશી મહાનુભાવને નિમંત્રણ આપવામાં આવ્યુ નથી.આ વર્ષે મધ્ય એશિયાના પાંચ દેશોના વડાઓને આમંત્રિત કરવાની યોજના હતી.

પરેડ જોવા માટે 19000 લોકોને નિમંત્રણ આપવામાં આવશે.બાકીના પાંચ હજાર લોકોમાં આમ જનતા હશે.જે ટિકિટ ખરીદીને તેમાં સામેલ થઈ શકશે.

આ પણ વાંચોઃ Cold Wave in gujarat: રાજ્યમાં હજુ કોલ્ડવેવની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

Whatsapp Join Banner Guj