Increase in support prices for kharif crops has been approved

Increase in prices for kharif crops has been approved: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, ખરીફ પાકમાં ટેકાના ભાવમાં વધારાને આપી મંજૂરી

Increase in prices for kharif crops has been approved: અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, કેબિનેટે 2022-23 પાક વર્ષ માટે ડાંગરની MSP 100 રૂપિયા વધારીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે.

નવી દિલ્હી, 08 જૂનઃ Increase in prices for kharif crops has been approved: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, સરકારે વર્ષ 2022-23 માટે વિવિધ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે. વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP હવે વધશે.

અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, કેબિનેટે 2022-23 પાક વર્ષ માટે ડાંગરની MSP 100 રૂપિયા વધારીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે 2022નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળાની સરેરાશના 99 ટકા પર સામાન્ય રહેશે.

આ પણ વાંચોઃ Women cricketer Mithali Raj announces retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી

છેલ્લા ત્રણ વર્ષમાં સામાન્ય કરતાં વધુ સારા ચોમાસાએ ખરીફ ખાદ્યાન્ન ઉત્પાદનમાં સરેરાશ 2.8 ટકાનો વધારો કર્યો છે અને તેના કારણે ખરીફ ઉત્પાદનમાં 2.5 ટકાનો વધારો થઈ શકે છે, જ્યારે રવિ ઉત્પાદનમાં 1.5 ટકાનો વધારો થયો છે.

ખેડૂતોની આવકમાં થઈ રહ્યો છે વધારો 

ખેડૂતોની આવક ડબલ કરવાના સવાલ પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, અમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લગભગ 12 કરોડ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયા આપી ચૂક્યા છીએ. અમારી સરકાર ખેડૂત ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતોને સસ્તી લોન આપી રહી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ 1 લાખનું વળતર આપવામાં આવ્યું છે. 99 સિંચાઈ યોજનાઓને પૂરી કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફાર માટે નેનો ફર્ટિલાઈઝર વિકસીત કરવામાં આવ્યા છે. આ કેટલાક કામ છે જેનાથી ખેડૂતોની આવકમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Dayabhabhi will seen in TMKOC: ટૂંક સમયમાં તારક મહેતામાં જોવા મળે દયાભાભી, સિરિયલના પ્રોમોમાં દિશા વાકાણીની એક ઝલક જોવા મળી!

Gujarati banner 01