Mayawati will support nda candidate jagdeep dhankhar

Mayawati will support nda candidate jagdeep dhankhar: માયાવતીએ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનું એલાન કર્યું

Mayawati will support nda candidate jagdeep dhankhar: માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે, એ વાત જાણીતી છે કે, દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી

નવી દિલ્હી, 03 ઓગષ્ટઃ Mayawati will support nda candidate jagdeep dhankhar: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીના સમર્થનની ઘોષણા બુધવારે કરી છે.

માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે, એ વાત જાણીતી છે કે, દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિને કારણે ઉપપ્રમુખ પદ માટે પણ 6ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Sanjay raut national herald case:સંજય રાઉતની પૂછપરછ બાદ આ કૌભાંડ સંદર્ભે મુંબઈમાં વધુ બે સ્થળો પર ઈડીના દરોડા

તેમણે લખ્યું કે, BSPએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ વ્યાપક જનહિત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ધનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને તેની હું આજે સત્તાવાર રીતે ઘોષણા પણ કરી રહી છું. 

માયાવતીએ જણાવ્યું કે, અમે આ નિર્ણય ન તો બીજેપી કે એનડીએના સમર્થનમાં કે ન તો વિપક્ષની વિરુદ્ધ પરંતુ અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને લીધો છે. બસપા નબળા, ગરીબ અને ઉપેક્ષિત વર્ગના લોકો માટે નિર્ણયો લેતી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. NDAએ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગારેટ આલ્વા મેદાનમાં છે. NDA ઉમેદવાર ધનખડને અત્યાર સુધી ભાજપ, JDU, અપના દળ (સોનેલાલ), BJD, AIADMK, YSR કોંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને કોંગ્રેસ, સપા અને ડાબેરી પક્ષોનું સમર્થન છે.

આ પણ વાંચોઃ CWG 2022 Update: ટેબલ ટેનિસમાં ગોલ્ડ બાદ વેટલિફ્ટિંગમાં વિકાસ ઠાકુરે જીત્યો સિલ્વર- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01