Rain pic

Rain update: ગુજરાતમાં વરસાદી માહોલ, હવામાન વિભાગે કહ્યું- હજી વરસાદનું જોર વધશે- વાંચો વિગત

Rain update: ઘણા દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે, અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો

અમદાવાદ, 03 ઓગષ્ટ:Rain update: રાજ્યમાં વરસાદી માહોલ પુનઃ સર્જાયો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4 ઓગસ્ટથી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જોકે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. સમગ્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદ રહેશે. હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

જોકે, હવામાન વિભાગની આગાહી વચ્ચે જ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો હતો. અરવલ્લી જિલ્લામાં વરસાદની બીજી ઇનિંગ જોવા મળી. મોડાસામાં બપોર બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. એકાએક ધોધમાર વારસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સાથે ભાવનગરમાં લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કાલિયાબીડ, વિજયરાજનગર, વિદ્યાનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. અતિ ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચોઃ Mayawati will support nda candidate jagdeep dhankhar: માયાવતીએ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનું એલાન કર્યું

અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હો. ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તાલુકાના ઈસરા, વરજાંગ જાળીયા, ગણોદ, મૂરખડા, મેખાટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદી ઝાપડાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને જીવતદાન મળશે. ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી આંશિક રાહત મળી હતી.

ઘણા દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. વરસાદ વરસતા બફારામાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારાના પાનવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચોઃ Sanjay raut national herald case:સંજય રાઉતની પૂછપરછ બાદ આ કૌભાંડ સંદર્ભે મુંબઈમાં વધુ બે સ્થળો પર ઈડીના દરોડા

Gujarati banner 01