ED enforcement

Sanjay raut national herald case:સંજય રાઉતની પૂછપરછ બાદ આ કૌભાંડ સંદર્ભે મુંબઈમાં વધુ બે સ્થળો પર ઈડીના દરોડા

Sanjay raut national herald case: પત્રાચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પકડેલા સંજય રાઉતને કોર્ટે ૪ ઓગસ્ટ સુધીની કસ્ટડી આપવામાં આવી છે

મુંબઇ, 03 ઓગષ્ટ: Sanjay raut national herald case: પત્રાચાલ કૌભાંડમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) વધુ સક્રિય બની ગઈ છે. ઈડીએ રાઉત પ્રકરણ સંબંધિત મુંબઈમાં બે સ્થળે છાપો માર્યો હતો. જ્યારે આ કેસના મામલે અમુક જણને સમન્સ મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે. હાલમાં સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં છે. નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની માફક મુંબઈમાં પણ હેરાલ્ડ હાઉસ પર દરોડા પાડવામાં આવ્યા છે.

પત્રાચાલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પકડેલા સંજય રાઉતને કોર્ટે ૪ ઓગસ્ટ સુધીની કસ્ટડી આપવામાં આવી છે. ઈડી કસ્ટડીમાં રાઉતની આજે પૂછપરછ કરવામાં આવી હતી. રાઉતના વકીલે સવારે ૮.૩૦ થી ૯.૩૦ વાગ્યા દરમિયાન કસ્ટડીમાં તેને મળ્યા હતા. ઈડીએ આરોપ કર્યો હતો કે રાઉત તપાસમાં સહકાર આપી રહ્યા નથી.

સંજય રાઉતની પૂછપરછ બાદ આ કૌભાંડ સંદર્ભે મુંબઈમાં વધુ બે સ્થળો પર ઈડીએ દરોડા પાડયા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ CWG 2022 Update: ટેબલ ટેનિસમાં ગોલ્ડ બાદ વેટલિફ્ટિંગમાં વિકાસ ઠાકુરે જીત્યો સિલ્વર- વાંચો સંપૂર્ણ વિગત

શિવસેના સાંસદ રાઉત વિરુદ્ધની ઈડીની કાર્યવાહીની આજે રાજ્યસભામાં પણ અસર જોવા મળી હતી. રાજ્યસભાની કામગિરી શરૃ થતાં જ વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે રાઉત સામેની કાર્યવાહીની નિંદા કરી હતી.

પત્રાચાલ સંબંધિત આર્થિક ગેરરીતિની રકમમાંથી સંજય રાઉત અને તેમના પરિવારને એક કરોડ છ લાખ રૃપિયા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. એચડીઆઇએલ દ્વારા પ્રવીણ રાઉતના ખાતામાં અંદાજે ૧૧૨ કરોડ રૃપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ પ્રવીણે તેના નજીકના સાથીદાર, પરિવારના સભ્યો, વ્યવસાયિક સંસ્થા વગેરેના ખાતામાં ડાયવર્ટ કરી હતી. એમાંથી એક કરોડ છ લાખ ૪૪ હજાર ૩૭૫ રૃપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને આપ્યા હતા. ૨૦૦૯-૧૦માં વર્ષા રાઉતને ૫૫ લાખ રૃપિયા લોન સ્વરૃપે મળ્યા હતા. આ રકમમાંથી એક ફ્લેટની ખરીદી કરી હતી.

આ સિવાય પ્રવીણ રાઉતના વ્યાવસાયિક સંબંધિત પ્રથમેશ ડેવલપર્સ દ્વારા  વર્ષા રાઉત અને સંજય રાઉતને ૩૭ લાખ ૫૦ હજાર રૃપિયાનો નફો થયો હતો. આ માટે વર્ષા અને સંજય રાઉત અનુક્રમે ૧૨ લાખ ૪૦ હજાર અને ૧૭ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચોઃ Asia Cup 2022 Schedule: એશિયા કપનો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાક વચ્ચે રમાશે મેચ- વાંચો વિગત

અવની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માત્ર પાંચ હજાર ૬૨૫ રૃપિયાની રોકાણ પર વર્ષા રાઉતને ૧૩ લાખ ૯૪ હજારનો નફો થયો હોવાનું કહેવાય છે. ઈડીનો આરોપ છે કે પ્રવીણ રાઉતે સંજય રાઉત સાથે નજીકના સંબંધ હોવાનું જણાવીને મ્હાડા પાસેથી પત્રાચાલ રિડેવલપમેન્ટની પરવાનગી મેલવી હતી. રાઉતને મળેલી રકમમાંથી અલીબાગમાં ૧૦ પ્લોટ ખરીદવામાં આવ્યા હતા. આ માટે વર્ષા રાઉત અને સ્વપ્ના પારકરના નામે કરાર કરાયા હતા.

આ સિવાય આરોપ છે કે પ્રવીણ રાઉતે સંજય રાઉત અને તેના પરિવારના  દેશ-વિદેશ પ્રવાસનો ખર્ચ કર્યો છે. આ પ્રોજેક્ટના સમયે પ્રવીણે દર મહિને સંજય રાઉતને બે લાખ રૃપિયા રોકડા આપ્યા હતા. 

પત્રચાલ કૌભાંડની જાણ નથી, એમ સંજય રાઉતે કહ્યું હતું. પ્રવીણ રાઉત પાસેથી મળેલી રકમ બાબતે પણ સંજય રાઉત યોગ્ય જવાબ આપ્યો નહોતો.

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની ટીમે દિલ્હી અને મુંબઈમાં તેમની ઓફિસમાં છાપો માર્યો હતો. ઈડીના અધિકારીઓની અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં ઈડી મહત્ત્વના પુરાવા એકઠા કરી રહી છે.

આ પણ વાંચોઃ Importance of shravan month: શા માટે દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ મહિનો ખાસ છે?, આ મહિનાનું મહત્વ

Gujarati banner 01