News flash

Raghavji patel: વરસાદમાં થયેલા નુકસાન અંગે નવા કૃષિમંત્રીનું મોટું નિવેદન, જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

Raghavji patel: કૃષિ મંત્રી રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જેમાં જામનગરના રામપર, મોટી બાણુંગર, અલિયા સહિતના ગામોની મુલાકાત બાદ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, જામનગર જિલ્લામાં પૂરના કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે

ગાંધીનગર, 19 સપ્ટેમ્બરઃ Raghavji patel: જામનગર જિલ્લામાં વરસાદના કારણે સર્જાયેલી તારાજી બાદ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ કૃષિપ્રધાન જામનગર દોડી આવ્યાં. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જેમાં જામનગરના રામપર, મોટી બાણુંગર, અલિયા સહિતના ગામોની મુલાકાત બાદ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે, જામનગર જિલ્લામાં પૂરના કારણે ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે.

તેમણે(Raghavji patel) વધુમાં એમ જણાવ્યું કે, ‘સરકાર ખેડૂતોની સાથે જ છે અને સર્વે પૂર્ણ થયા બાદ સહાય ચૂકવવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ રાજકોટ, જામનગર તેમજ જૂનાગઢમાં વરસાદે ભારે તાંડવ મચાવ્યો હતો. રાજકોટમાં 11 ઇંચ તો ગોંડલમાં 9 ઇંચ, ધ્રોલમાં 6.5 ઇંચ તો કાલાવાડમાં 8 ઇંચ વરસાદ વરસતા સૌરાષ્ટ્રની ધરતી આખીય પાણી પાણી થઈ ગઈ હતી. જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી દેખાતું.

આ પણ વાંચોઃ indian coast guard caught drugs gujarat ATS: મોડી રાત્રે 7 ઈરાની માછીમારોની ATS અને ભારતીય કોસ્ટગાર્ડે હેરોઈનના જથ્થા સાથે કરી ધરપકડ

Advertisement

અત્રે મહત્વું છે કે, જામનગરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજીના પગલે તંત્ર દ્વારા રેસ્કયુની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જામનગરના વોરાના હજીરા પાસેના વિસ્તારમાં ફસાયેલા 30થી 35 લોકોને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે રણજિત સાગર ડેમ 7 ફૂટ જેટલો ઓવરફલો થયો હતો. જેથી જામનગર શહેરનું જળસંકટ માત્ર એક જ રાતમાં દૂર થઇ ગયું હતું. પરંતુ જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝ-વે પર પાણી ફરી વળતા સ્થાનિકોએ ભારે હાલાંકી સર્જાઈ હતી.

Whatsapp Join Banner Guj

Advertisement