ambaji 5

Bhadarvi Poonam:ભાદરવીપૂનમ મેળા માટે સરકારી રાહે બંધ રાખવા આદેશ,બીજી તરફ વરસાદી માહોલ અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં નોંધપાત્ર ઘટાડો

Bhadarvi Poonam: લોકો માં કોરોના મહામારી નો ડર,સાથે અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો નથી પરિણામે આ વખતે ભાદરવીપૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માં નોંધપાત્ર ઘટાડો…

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 19 સપ્ટેમ્બરઃ Bhadarvi Poonam: શક્તિ ભક્તિ અને આસ્થા નું પર્વ એટલે ભાદરવીપૂનમ નો મેળો જે દરવર્ષે અંબાજી માં ભરાય છે જેમાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે આ મેળો ગતવર્ષે કોરોના મહામારી ના કારણે બંધ રખાયો હતો પણ ચાલુ વર્ષે મેળો તો બંધ રખાયો છે પણ બાધા માનતા પુરી કરવા આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

શક્તિપીઠ અંબાજી(Bhadarvi Poonam) કરોડો માઇભક્તો નો આસ્થા નું કેન્દ્ર માનવામાં આવે છે જ્યાં શ્રદ્ધાળુઓ નો મોટો મેળાવડો જામતો હોય છે ચાલુવર્ષે ભાદરવીપૂનમ નો મેળો રદ્દ કરવામાં આવ્યો પણ બાધા આંખડી પૂરીકરવા આવનાર માટે મંદિર ના દ્વાર ખુલ્લા રખાતા હજારો માઇભક્તો અંબાજી મંદિર ના દર્શને પહોંચ્યા છે.

આવતી કાલે ભાદરવી પૂનમ છે ને બપોર બાદ શ્રાધ્ધપક્ષ શરૂ થઈ જતા શ્રદ્ધાળુઓ ની સંખ્યા માં ઘટાડો થઈ જતો હોય છે જેને લઈ આજે અંબાજી મંદિર માં અનેક શ્રદ્ધાળુઓ એ માં અંબા ના નતમસ્તક થઈ દર્શન કર્યા હતા ને માતાજી ને નવરાત્રી દરમિયાન પોતાના ઘરે આવવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું આજનો મેળો જોતા ભીડ વાળો મેળો નહીં પણ ભક્તો ની આસ્થા નો મેળાવડો જોવા મળ્યો હતો જ્યાં બાધા આંખડી વાળા ભક્તો સાથે અન્ય ભક્તો એ પણ માતાજી ના દર્શન નો લાભ લઈ રહ્યા છે

આ પણ વાંચો- Raghavji patel: વરસાદમાં થયેલા નુકસાન અંગે નવા કૃષિમંત્રીનું મોટું નિવેદન, જામનગરના અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

ભક્તો ની આસ્થા અતૂટ છે ને માં અંબે ના દરબાર માં જે પણ ભક્તો બાધા રાખે છે તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે ને તેવા અનેક ભક્તો છે જેમા કેટલાક માતાજી ની અખંડ જ્યોત લઈ તો કેટલાક માથે ગરબી લઈ ને તો ક્યાંક રગડતાં રગડતાં ભારે કષ્ટ સાથે પોતાની બાધા માનતા પૂર્ણ કરવા આ ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી પહોંચે છે તો કેટલાક ભક્તો નિયમિત પૂનમ ભરનારા પણ અંબાજી જતા હોય છેજોકે આ વખતે માતાજી ને ચઢેલી ચુંદડીઓ ને ધજાઓ યાત્રીકોને વિનામુલ્ય પ્રસાદ સ્વરુપે આપવામા આવી રહી છે

ચાલુ વર્ષે અંબાજી નો મેળો સરકારી રાહે બંધ રાખવા આદેશ કરાયો છે ત્યાં બીજી તરફ વરસાદી માહોલ છે સાથે લોકો માં કોરોના મહામારી નો ડર સતાવી રહ્યો છે સાથે અંબાજી જતા માર્ગો ઉપર કોઈ સેવા કેન્દ્રો નથી પરિણામે આ વખતે ભાદરવીપૂનમ માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે

Whatsapp Join Banner Guj