Vainkeya naydu

Vainkeya naydu: રાજ્યસભામાં એવુ શું થયું કે રડી પડ્યા વૈંકેયા નાયડુ, વિરોધી સાંસદો પર કાર્યવાહીની શક્યતા- વાંચો વિગત

Vainkeya naydu: આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમણે સાંસદોના વર્તનને વખોડી કાઢ્યુ હતુ અને ભાવુક થઈને રડી પડ્યા હતા

નવી દિલ્હી, 11 ઓગષ્ટઃ Vainkeya naydu: રાજ્યસભામાં વિરોધના નામે વિરોધ પક્ષોના કેટલાક સાંસદો બેફામ વર્તન કરી રહ્યા છે. જેના પગલે રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકેયા નાયડુ આઘાતમાં છે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમણે સાંસદોના વર્તનને વખોડી કાઢ્યુ હતુ અને ભાવુક થઈને રડી પડ્યા હતા. એવુ મનાઈ રહ્યુ છે કે, ગઈકાલે સંસદમાં હંગામો મચાવનારા રાજ્યસભાના સાંસદો સામે કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચોઃ Covid-19 drug horse antibodies: ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, ભારતીય કંપનીનો દાવો- વાંચો વિગત

આજે ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યસભાના નેતા પિયુષ ગોયલ અને બીજા ભાજપ સાંસદોએ આજે સવારે વૈકેયા નાયડુ સાથે મુલાકાત કરી હતી. ગઈકાલે કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ રાજ્યસભામાં ટેબલ પર ઉભા રહીને રૂલ બૂક ફેંકી હતી. આપના સાસંદ સંજય સિંહે જમીન પર બેસીને નારા લગાવ્યા હતા.

Advertisement

આજે વૈંકેયા નાયડુ(Vainkeya naydu)એ આ ઘટના પર દુખ વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, જે પણ સભાગૃહમાં થયુ છે તેની નિંદા કરવા માટે મારી પાસે શબ્દ નથી. સંસદ લોકતંત્રનુ સર્વોચ્ચ મંદિર હોય છે અને તેની પવિત્રતા પર આંચ આવવી જોઈએ નહી. હું બહુ દુખ સાથે કહી રહ્યો છું કે, સંસદની ગરિમાનો જે રીતે ભંગ થયો છે તે બહુ ચિંતાજનક છે. સંસદની પરંપરાઓનો ભંગ કરવાની જાણે હરિફાઈ જામી છે.

આ પણ વાંચોઃ Nasa’s report: ગ્લેશિયર પીગળતાં અડધુ ગુજરાત પાણીમાં ડૂબી જશે, ગ્લોબલ વોર્મિંગને અસર- વાંચો અહેવાલ

ગઈકાલે જે ઘટના બની ત્યારે ગૃહમાં કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ અને તેના સમાધાન પર ચર્ચા ચાલી રહી હતી. જે એક મહત્વપૂર્ણ વિષય હતો. મંગળવારે જે હંગામો થયો હતો તેના માટે ભાજપ અને વિરોધ પક્ષો એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે

Advertisement
Whatsapp Join Banner Guj