d9c5726d ef88 46e1 8d8d 91c08679132d

Ambaji breaking: પાન્સા ગામની હદમાં ઉભેલી સ્કોર્પિયો કારમાં આગ ભડકી, કારના માલિકની શોધ ચાલુ

Ambaji breaking: પાન્સા ગામની હદમાં ઉભેલી સ્કોર્પિયો કારમાં આગ ભડકી ઉઠવાથી આ ઘટના બની

અહેવાલઃ ક્રિશ્ના ગુપ્તા

અંબાજી, 11 ઓગષ્ટઃ Ambaji breaking: અવારનવાર હાઇવે પર અક્સ્માતની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ પવિત્ર યાત્રા ધામ અંબાજી નજીક સ્કોર્પિયો કારમાં આગ લાગવાની ઘટના બની છે. પાન્સા ગામની હદમાં ઉભેલી સ્કોર્પિયો કારમાં આગ ભડકી ઉઠવાથી આ ઘટના બની છે.

આ પણ વાંચોઃ Vainkeya naydu: રાજ્યસભામાં એવુ શું થયું કે રડી પડ્યા વૈંકેયા નાયડુ, વિરોધી સાંસદો પર કાર્યવાહીની શક્યતા- વાંચો વિગત

એસ્સાર પેટ્રોલ પંપ આગળ રોડ ઉપર કારમાં આગ લાગી હતી. ઘટના સ્થળ ઉપર ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. પરંતુ કોઇ જાનહાનીના સમાચાર નહીં હજી સુધી આવ્યા નથી.

8529f469 00c7 480e b87b f909aefe84a1

અંબાજી મંદિરના ફાયર ફાયટરએ આગને કાબૂમાં લીધી, પરંતુ કાર બળી ખાક થઇ ગઇ છે. ઉભેલી કાર પાસે કોઈ મુસાફર ન હતું. બીનવારસી ઉભેલી કાર પર પ્રેસ લખેલું જોવા મળ્યું સ્કોર્પિઓ કાર નંબર જીજે 9 બીબી 4059 છે. કારના માલિકની શોધ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Covid-19 drug horse antibodies: ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, ભારતીય કંપનીનો દાવો- વાંચો વિગત

Whatsapp Join Banner Guj