Covid 19 drug horse antibodies

Covid-19 drug horse antibodies: ઘોડાની એંટીબોડીમાંથી બનાવાય રહી છે કોરોનાની દવા, ભારતીય કંપનીનો દાવો- વાંચો વિગત

Covid-19 drug horse antibodies: 90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે કંપનીએ વધુ દાવામાં જણાવ્યું છે કે, આનાથી 90 કલાકમાં કોરોના ખતમ થઈ જશે.મહારાષ્ટ્રના કોલ્હાપુરની બાયોસાઈન્સ કંપનીએ ઘોડાના એન્ટિબોડીથી બનેલા કોરોનાની એક નવી દવાનું પરીક્ષણ કરી રહી છે

નવી દિલ્હી, 11 ઓગષ્ટઃ Covid-19 drug horse antibodies: કોરોના સંક્રમણ વિરૂદ્ધ વધુ એક દવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે, કોરોનાની આ દવા મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસે આવેલી એક કંપની બનાવી રહી છે. આ કંપનીનું નામ iSera Biological છે જે માત્ર 4 વર્ષ જૂની કંપની છે.  iSera Biological સર્પ દંશ, કૃતરું કરડે અને ડિપ્થીરિયાની સારવાર માટેની દવાઓ બનાવે છે. જોકે કંપની હવે કોવિડ માટેની દવા બનાવવા પણ જઈ રહી છે. 

આ પણ વાંચોઃ Nasa’s report: ગ્લેશિયર પીગળતાં અડધુ ગુજરાત પાણીમાં ડૂબી જશે, ગ્લોબલ વોર્મિંગને અસર- વાંચો અહેવાલ

કંપનીની એન્ટી કોવિડ દવાની પહેલા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે અને અત્યાર સુધી જે પરિણામો સામે આવ્યા છે તે ખૂબ જ સારા રહ્યા છે. આ દવાના ઉપયોગથી 72થી 90 કલાકમાં જ કોરોના સંક્રમિત દર્દીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે. કોવિડની દવા બનાવવા માટે iSera Biologicalને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)એ પણ મદદ કરી છે. દાવા પ્રમાણે કંપનીએ એન્ટીબોડીઝનું એક એવું કોકટેલ તૈયાર કર્યું છે જે કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણવાળા દર્દીઓમાં સંક્રમણ ફેલાતું રોકી શકે છે અને શરીરમાં રહેલા વાયરસને પણ ખતમ કરી શકે છે. 

ખાસ વાત એ છે કે, એન્ટીબોડી તૈયાર કરવા માટે ઘોડાની મદદ લેવામાં આવી છે. કંપનીના ડાયરેક્ટર નંદકુમાર ગૌતમે જણાવ્યું કે, કોરોના વાયરસમાંથી કાઢવામાં આવેલા ખાસ એન્ટીજનને ઘોડામાં ઈન્જેક્ટ કરીને એન્ટીબોડી ડેવલપ કરવામાં આવ્યા છે. SIIએ યોગ્ય એન્ટીજન પસંદ કરવામાં મદદ કરી હતી. સાથે જ સંક્રમિત દર્દીમાં એન્ટીબોડી સર્જતા કેમિકલ પસંદ કરવામાં પણ મદદ કરી હતી. એન્ટીબોડી તૈયાર કરવા માટે ઘોડાને એટલે પસંદ કરવામાં આવ્યો કે તે મોટું પ્રાણી હોવાથી તેમાં વધુ એન્ટીબોડી તૈયાર થાય છે. 

આ પણ વાંચોઃ Heavy rains in gujarat: હવામાન વિભાગની આગાહી મુજબ 15 ઓગસ્ટ પછી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા- વાંચો વિગતે

વધુમાં જણાવ્યું કે, આ પ્રોસેસ વેક્સિન લગાવવા સમાન જ છે. ઘોડાઓને કેટલાક ખાસ પ્રકારના એન્ટીજન આપવામાં આવ્યા હતા જેથી તેમના શરીરમાં એન્ટીબોડીનું સર્જન થાય. આ એન્ટીબોડી બિલકુલ એવા જ છે જેવા મનુષ્યના શરીરમાં સંક્રમિત થયા બાદ એન્ટીબોડી બને છે. ઘોડામાંથી એન્ટીબોડી લીધા બાદ હાઈ પ્યોરિફિકેશન પ્રોસેસ અપનાવવામાં આવી હતી જેથી અંતમાં મળતા એન્ટીબોડી ઓછામાં ઓછું 95 ટકા પ્યોર હોય. 

આ પણ વાંચોઃ Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj